મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં બોર્ડિંગમાંથી મોબાઇલ ફોનની ચોરીના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં બોર્ડિંગમાંથી મોબાઇલ ફોનની ચોરીના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ

મોરબીમાં વીસી ફાટક પાસે આવેલ પટેલ બોર્ડિંગ ખાતે રહેતા મૂળ વડોદરાનો રહેવાસી યુવાને મોબાઈલ ફોનની ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, તેનો અને અન્ય લોકોના કુલ મળીને પાંચ મોબાઇલ ફોનની ચોરી કરવામાં આવેલ છે જેથી ૩૮,૦૦૦ ના મોબાઈલ ફોનની ચોરીનો ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા તજવીજ શરૂ કરી હતી જે ગુનામાં હાલમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે 

જાણવા મળતી માહિતી મુજબ મૂળ વડોદરાનો રહેવાસી અને હાલમાં મોરબીમાં વીસી ફાટક પાસે આવેલ પટેલ બોર્ડિંગ ખાતે રહેતો મીત હરેશભાઈ વેકરીયા જાતે પટેલ (૨૧) નામના યુવાને મોબાઇલ ચોરીની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે,  પટેલ બોર્ડિંગમાંથી તેનો અને અન્ય યુવાનોના કુલ મળીને પાંચ મોબાઇલ ફોનની ચોરી કરવામાં આવી છે જેથી કરીને ૩૮,૦૦૦ ની કિંમતના મોબાઈલ ફોનની ચોરી થઈ હોવાની યુવાને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આગાઉ આ ગુનામાં આરોપી મયુરભાઇ મોતીભાઇ સુસરા જાતે ભરવાડની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના મદારસિંહ મોરી અને પ્રદિપસિંહ દ્વારા આરોપી સાદિલ અયુબભાઈ માણેકિયા જાતે ઘાંચી (૨૧) રહે. વાવડી રોડ રવિ પાર્ક મોરબી વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાં રહેતા જાહેરભાઈ રહીશ (૩૦) નામનો યુવાન મોરબી માળિયા હાઇવે ઉપર ટીંબડી પાસે હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેથી  તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના જસપાલસિંહ ચલાવી રહ્યા છે






Latest News