મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

ટંકારાના ઉગમણા નાકે રહેતી યુવતી મહેંદી મૂકવા જવાનું કહીને ગુમ


SHARE











ટંકારાના ઉગમણા નાકે રહેતી યુવતી મહેંદી મૂકવા જવાનું કહીને ગુમ

ટંકારાના ઉગમણા નાકા પાસે રહેતી યુવતી ઘરેથી મહેંદી મૂકવા માટે જાઉં છું તેવું કહીને નીકળ્યા બાદ ઘરે પરત આવેલ નથી જેથી કરીને ગુમ થયેલ યુવતીની માતા દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ આપવામાં આવી છે જેના આધારે પોલીસે નોંધ કરી ગુમ થયેલ યુવતીને શોધવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારાના ઉગમણા નાકા પાસે રહેતા હંસાબેન નાનજીભાઈ સારેશા જાતે અનુ. જાતિ (૪૫)એ તેઓની દીકરી ગુમ થઈ હોવા અંગેની ગુમસુધા ફરિયાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આપી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેમની દીકરી શિલ્પાબેન નાનજીભાઈ સારેશા (૨૦) પોતાના ઘરેથી ગત તા, ૧૮/૧૨ ના સવારે ૯ વાગ્યાના સમયે મહેંદી મૂકવા જવાનું કહીને નીકળી હતી અને ત્યારબાદ તે ઘરે પરત આવેલ નથી અને આજુબાજુમાં તથા સંબંધીઓમાં તપાસ કરતા કોઈ જગ્યાથી તેનો પતો લાગે નથી જેથી કરીને આ યુવતી ગુમ થઈ હોવા અંગેની ગુમ થયેલ યુવતીની માતાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલ છે જેના આધારે પોલીસે યુવતીને શોધવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના એસ.બી. સીદીકી ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના એસપી રોડ ઉપર રહેતા ચંદુભાઈ ખીમજીભાઇ કુંડારિયા (૪૬) એસપી રોડ ઉપરથી જતા હતા ત્યારે બાઈક અથડાતાં અકસ્માતના બનાવમાં તેને ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ક્રિષ્ના હોસ્પિટલ ખાતેથી સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે






Latest News