મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીના બેલા રોડ ઉપર યુવાને અજુગતુ પગલું ભરી લેતા સારવારમાં ખસેડાયો


SHARE











મોરબીના બેલા રોડ ઉપર યુવાને અજુગતુ પગલું ભરી લેતા સારવારમાં ખસેડાયો

મોરબીના જેતપર રોડ ઉપર બેલા-રંગપર ગામ પાસે આવેલ વેગાન્ટો સિરામિક નામના યુનિટના લેબર કવાટરમાં રહેતા પરપ્રાંતીય મજુર નરસિંગભાઇ સાલૈયા (ઉમર ૨૨) નામના યુવાને તેના ક્વાટરમાં કોઈ અગમ્ય કારણોસર ઓઢણી વડે ફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો.જો કે તે બચી જતા તેને અર્ધ બેભાન હાલતમાં મોરબીના સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસ મથકમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના વી.એસ.ડાંગર બનાવના કારણ સંદર્ભે આગળની તપાસ ચલાવી રહ્યા હોવાનું તાલુકા પોલીસ સુત્રેએ જણાવેલ છે.

વાહન અકસ્માતમાં બે યુવાનો ઇજાગ્રસ્ત

મોરબીના બગથળા ગામ પાસે બાઈક અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ડબલ સવારીમાં જતું બાઇક અકસ્માતે રોડ ઉપર સ્લીપ થઈ જતા બાઇકમાં સવાર નિલેશ કાળુભાઈ (ઉમર ૧૪) અને નરભુભાઈ જંગલીયાભાઇ (ઉમર ૪૦) બંને હાલ રહે.મોરબી મૂળ રહે.કાથલીયા ફળી વંડબદુ જી.અલીરાજપુર મધ્યપ્રદેશ વાળાઓને ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા ત્યાં બંનેની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસ મથકે જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના તે બિટ વિસ્તારમાં જમાદાર અર્જુનસિંહ ઝાલા આ અકસ્માત બનાવની વધુ તપાસ ચલાવી રહ્યા છે

મહિલા સારવારમાં

મોરબીના વાકાનેર હાઇવે ઉપર આવેલા જાંબુડીયા ગામ પાસેના કોમેન્ટ વિટ્રીફાઈડ નજીક બાઇક સ્લીપ થઈ જવાનો અકસ્માત બનાવ બન્યો હતો.જે બનાવમાં ઇજાઓ થતા રૂકમા અંબારામભાઈ બાઇ (ઉમર ૨૩) હાલ રહે. હાલ મોરબી મૂળ રહે.ખમાણીયા સરદારપુર મધ્યપ્રદેશને ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવેલ જેથી હાલ તાલુકા પોલીસ મથકના એમ.જે.કહાંગરા આ બાબતે આગળની તપાસ ચલાવી રહ્યા છે.

આધેડ સારવારમાં

મોરબી તાલુકાના આમરણ ગામના ભલાભાઇ નાગજીભાઈ પરમાર નામના ૪૮ વર્ષીય આધેડને મોરબીના જુના બસ સ્ટેશન પાસે હતા ત્યારે અચાનક ચક્કર આવીએ પડી જવાથી માથાના ભાગે ઈજા પામેલ હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.ભલાભાઇ પરમાર જુના બસ સ્ટેન્ડ નજીક હતા અને ત્યાં તેઓને અચાનક ચક્કર આવીને નિચે પડી ગયા હતા જેથી માથાના ભાગે થયેલ ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.હોસ્પિટલ ખાતે સારવાર કર્યા બાદ પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઇ ફૂલતરીયાએ આ બાબતે વધુ તપાસ કરી હતી






Latest News