ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

તું અમારું નામ કેસમાંથી કાઢી નાખજે નહિતર જાનથી મારી નાખશું: વાંકાનેરમાં મહિલાને જેઠ-જેઠાણીની ધમકી


SHARE











તું અમારું નામ કેસમાંથી કાઢી નાખજે નહિતર જાનથી મારી નાખશું: વાંકાનેરમાં મહિલાને જેઠ-જેઠાણીની ધમકી

વાંકાનેરના દેવીપુજકવાસમાં રહેતી મહિલાએ અગાઉ તેના સાસરીયા સામે કેસ કરેલ હતો જે બાબતનો ખાર રાખીને તેના જેઠ-જેઠાણીએ તેને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે તેના જેઠ- જેઠાણી સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના દેવીપુજક વાસમાં દેલવાડીયા સાહેબના દવાખાના પાસે દેવીપુજકવાસમાં રહેતા ઉમાબેન મેહુલભાઈ ગોઢકિયા જાતે દેવીપુજક (૨૯)એ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે તેના જેઠે સુરેશભાઈ મનુભાઈ ગોઢકિયા અને જેઠાણી દક્ષાબેન રહે. બંને વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેના જેઠે તેને તું અમારું નામ કેસમાંથી કાઢી નાખજે નહિતર જાનથી મારી નાખશું તેવું કહ્યું હતું તેમજ જેઠાણી દક્ષાબેને તેને ગાળો આપી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા હાલમાં તેના જેઠ અને જેઠાણી સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

દેશી દારૂ

હળવદ તાલુકાના દીઘડીયા ગામે નદીના કાંઠે આવેલ વાડીમાં પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો દોઢસો લીટર આથો મળી આવ્યો હતો જેથી કરીને ૩૦૦ ની કિંમતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો અને આ માલ કેશાભાઈ બાદલભાઈ કાંજિયા જાતે કોળીનો હોવાનું સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News