મોરબીના રવાપર(નદી)-શક્તિનગર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો
મોરબીમાં આધેડને આઇટીની ખોટી નોટિસ આપીને કરાયેલ ૭૮.૬૧ લાખની છેતરપિંડી પકડાયેલા આરોપીના રિમાન્ડ મંજૂર
SHARE
મોરબીમાં આધેડને આઇટીની ખોટી નોટિસ આપીને કરાયેલ ૭૮.૬૧ લાખની છેતરપિંડી પકડાયેલા આરોપીના રિમાન્ડ મંજૂર
માળીયા મીયાણા તાલુકાના લક્ષ્મીવાસ ગામે રહેતા આધેડની દીકરી અને દીકરાના સંપર્કમાં આવ્યા બાદ તેને સસ્તામાં આઈફોન, ફ્લોરા-૧૧ માં સસ્તામાં ફ્લેટ, સસ્તામાં ક્રેટા ગાડી તેમજ એપલ કંપનીમાં નોકરી અપાવવાનું કહીને વિશ્વાસઘાત તેમજ છેતરપિંડી કરવામાં આવી હતી અને આટલું જ નહીં પરંતુ ઇન્કમટેક્સના સિક્કા વાળી ખોટી નોટિસ બનાવીને ખોટા દસ્તાવેજ બનાવીને તે વ્હોટ્સએપમાં મોકલાવીને કુલ મળીને ૭૮.૬૧ લાખની છેતરપિંડી કરવામાં આવી હતી જે ગુનામાં પકડાયેલ આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે કોર્ટે આરોપીના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે
માળિયા મીયાણા તાલુકાના લક્ષ્મીવાસ ગામે રહેતા મનસુખભાઈ છગનભાઈ કાવર જાતે પટેલ (૫૪)એ મોરબી સીટી એ ડમિશન પોલીસ સ્ટેશન ખાતે હર્ષ દિનેશભાઈ દવે રહે. બેડીનાકા પાસે સોની બજાર કરસનજી મુલચંદજી વાળી શેરી રાજકોટ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓની દીકરી અંકિતા રાજકોટથી સરકારી બસમાં બેસીને મોરબી આવતી હતી ત્યારે તેના પરિચયમાં આરોપી આવ્યો હતો અને ત્યારે આરોપી હર્ષ દિનેશભાઈ દવેએ તેની દીકરી અને તેના દીકરા આશિષભાઈનો વિશ્વાસ કેળવીને તેઓને સસ્તામાં આઇફોન, આશિષને એપલ કંપનીમાં નોકરી અપાવી દેવાનું કહ્યું હતું તેમજ મોરબીના રવાપર નજીક ઘુનડા રોડ ઉપર આવેલ ફ્લોરા-૧૧ માં સસ્તામાં ફ્લેટ દેવાનું કહ્યું હતું અને ૬૩ લાખની કિંમતનો ફ્લેટ છે જોકે તમારા તરફથી ૪૮ લાખ રૂપિયા ટ્રાન્સફર થયેલ છે તેનો આરબીઆઈ ખુલાસો પૂછે છે તેની પતાવટ કરવી પડશે તેવું બહાનું કર્યું હતું અને ત્યારબાદ ફરિયાદી અને સાહેદો સાથે છેતરપિંડી કરવાના આશયથી આરોપીએ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટનું ચીન કોમ્પ્યુટર પર એડિટિંગ કરી ઇન્કમટેક્સ વિભાગના સિક્કા વાળી ખોટી નોટિસ બનાવી હતી અને ખોટા દસ્તાવેજ બનાવીને ફરિયાદીને વ્હોટ્સએપમાં મોકલ્યા હતા તે નોટિસ ફાઈલે કરવા વહીવટ કરવો પડશે તેવું બહાનું કર્યું હતું અને આરબીઆઈના અધિકારીએ તેને પકડી લીધેલ છે તેની પતાવટ માટે રૂપિયા આપવા પડશે તેવું કહ્યું હતી આટલું જ નહીં ક્રેટા ગાડીના ફોટો ફરિયાદીના વ્હોટ્સએપમાં મોકલીને કાર સસ્તામાં દેવાની લાલચ આપી હતી આમ જુદાજુદા બહાના કરીને કુલ મળીને ભોગ બનેલ આધેડ પાસેથી ૭૮.૬૧ લાખ રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો જે ગુનામાં પોલીસે આરોપી હર્ષ દિનેશભાઈ દવે રહે. બેડીનાકા પાસે સોની બજાર કરસનજી મુલચંદજી વાળી શેરી રાજકોટ વાળાની ધરપકડ કરેલ હતી અને આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે









