ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં વાહન અકસ્માત સર્જીને મોત નિપજાવવાના ગુનામાં બે ની ધરપકડ


SHARE











મોરબીમાં વાહન અકસ્માત સર્જીને મોત નિપજાવવાના ગુનામાં બે ની ધરપકડ

મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ બે જુદાજુદા વાહન અકસ્માતના બનાવમાં બે લોકોની ધરપકડ કરવામાં આવેલ છે.તાલુકા પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે તેઓના પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં બે જુદી જુદી જગ્યાઓએ વાહન અકસ્માત થયા હતા અને તે બનાવોમાં બે લોકોના મોત નીપજ્યા હતા.આ બે જુદાજુદા બનાવોની નોંધાયેલ ફરિયાદની તપાસમાં તપાસ અધિકારી પીએસઆઇ બી.એ.ગઢવી દ્વારા વાહન અકસ્માત સર્જનાર આનંદ ભાવેશભાઈ વીરપરિયા જાતે પટેલ (૨૫) રહે વાસ્તુ પેલેસ ફલેટ નંબર ૧૦૧ અવની ચોકડી રવાપર મોરબી વાળાની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અન્ય એક અકસ્માતમાં તપાસ અધિકારી પીએસઆઇ બગડા દ્વારા વાહન અકસ્માત સર્જનાર જગદીશ હરસુખભાઈ સરવૈયા રજપૂત (૪૨) રહે. યદુનંદન ટ્રાન્સપોર્ટ લાતી પ્લોટ શેરી નંબર-૭ મોરબી વાળાની ધરપકડ કરી હતી.

વાહન અકસ્માતમાં ઇજાગ્રસ્ત આધેડ સારવારમાં

મોરબીના શનાળા રોડ નવા બસ સ્ટેશન પાસે આવેલ સુપર માર્કેટ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે અકસ્માત બનાવની અંદર રમેશભાઈ બાબુભાઈ કલોલા (ઉમર ૬૨) રહે.કાંતિપુર તા.જી.મોરબી વાળાઓને ઇજા પહોંચતા મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.બનાવને પગલે એ ડિવિઝન પોલીસમાં જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વિ.કે.પટેલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા સામે આવ્યું હતું કે રમેશભાઈ કલોલા બાઈક લઈને જતા હતા ત્યારે કોઈ અન્ય વાહન સાથે અથડામણ થતા તેઓને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતા.

યુવતી સારવારમાં

મોરબીના નવા બસ સ્ટેશનની સામેના ભાગે આવેલા હિરલ પાર્ક વિસ્તારમાં રહેતા મોનિકાબેન જીવણભાઈ આદ્રોજા નામની ૨૩ વર્ષીય યુવતી નવા બસ સ્ટેશન પાસેથી બાઈકમાં બેસીને જતી હતી તે સમયે ત્યાં રસ્તામાં બાઈટ સ્લીપ થઈ જવાના બનેલા અકસ્માત બનાવમાં ઇજાઓ થતા મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

યુવાન સારવારમાં

મોરબીના દલવાડી સર્કલ કંડલા બાયપાસ પાસે આવેલ ધર્મલાભ સોસાયટીમાં રહેતા પરેશભાઈ બટુકભાઈ કલોલા નામના ૩૭ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા સારવાર માટે દવાખાને લઈ જવા આવ્યો હતો.તે લખધીરપુર રોડ ઉપર આવેલ ગ્રેકોન સિરામિક નજીકથી બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં બાઈક સાથે કૂતરું ટકરાતા બાઈક પલ્ટી મારી ગયુ હતુ જેમાં ઇજાઓ થવાથી પરેશભાઇને સારવારમાં ખસેડાયા હતા.






Latest News