મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

જીવવું હોય તો પૈસા આપી દે કહીને મોરબીમાં યુવાન ઉપર છરી વડે હુમલો: બે શખ્સે કરી ૧૩ હજારની લૂંટ


SHARE







જીવવું હોય તો પૈસા આપી દે કહીને મોરબીમાં યુવાન ઉપર છરી વડે હુમલો: બે શખ્સે કરી ૧૩ હજારની લૂંટ

મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં રેલવે સ્ટેશન પાછળ ખાડા વિસ્તારમાંથી યુવાન તેના મિત્રને મૂકવા માટે જતો હતો ત્યારે બે શખ્સો દ્વારા કોઈપણ કારણ વગર તેના બાઇકની આગળ બાઈક આડું ઉભું રાખી દીધું હતું અને જીવવું હોય તો પૈસા આપી દે તેવું કહ્યું હતું ત્યારે યુવાને પૈસા આપવાની ના પાડતા તેને બાઈક ઉપરથી નીચે પછાડી દીધો હતો અને ત્યારબાદ બે પૈકીના એક શખ્સે તેને પકડી રાખ્યો હતો અને બીજા શખ્સે ફરિયાદીનું પાકીટ ખિસ્સામાંથી કાઢી લીધૂ હતું અને તેના ૧૨ થી ૧૩ હજાર રૂપિયા લૂંટી લીધા હતા અને ફરિયાદી ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને તેને અંગૂઠામાં તથા ડાબા પગના સાથળમાં છરીના ઘા માર્યા હતા જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેણે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરામાં રહેતા અને એસી રીપેરીંગનું કામ કરતા કિશોરભાઈ મનુભાઈ ચાવડા જાતે અનુ. જાતિ (૨૩) નામના યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અલ્તાફ ઉર્ફે અલ્ટી અબ્દુલભાઈ જેડા તથા અલ્યાસ ઉર્ફે ભીમો હુસેનભાઇ સુમરા રહે બંને વીસીપરા મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેવા તેણે જણાવ્યુ છે કે તે પોતાના મિત્ર ઉમંગને પોતાના બાઈકમાં બેસાડીને મૂકવા જતો હતો ત્યારે રેલ્વે સ્ટેશન પાસે ખાડા વિસ્તારમાં આરોપીઓએ તેના બાઈકની આડે પોતાનું બાઈક ઉભું રાખી દીધું હતું અને બોલાચાલી કરી હતી અને ત્યારે ફરિયાદી યુવાનને જીવવું હોય તો પૈસા આપી દે તેવું કહીને પૈસાની માંગણી કરી હતી ત્યારે ફરિયાદીએ પૈસા આપવાની ના પાડી હતી જેથી કરીને તેને બાઈકમાંથી નીચે પછાડી દીધો હતો અને ત્યારે આરોપી અલ્તાફે પોતાના પાસે રહેલ છરી કાઢી હતી અને અલ્યાસે તેને પકડી રાખ્યો હતો અને ત્યારબાદ તેના પેન્ટના ખિસ્સામાંથી બળજબરીથી પાકીટ કાઢી લેવામાં આવ્યું હતું અને પાકીટ પાછું લેવા જતા અલ્તાફે તેના હાથમાં રહેલ છરી વડે ફરિયાદી યુવાનને અંગૂઠામાં તેમજ ડાબા પગના સાથળના ભાગે છરીના ઘ માર્યા હતા અને તેના પાકીટમાંથી ૧૨ થી ૧૩ હજાર રૂપિયા રોકડા હતા તેની લૂંટ કરી હતી અને ફરિયાદીના મોબાઇલ ફોન તથા એક્સેસ મોટરસાયકલમાં પણ છરી મારીને નુકસાની કરવામાં આવી હતી અને ત્યાર બાદ તે બંને નાસી ગયા હતા અને ઈજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો ત્યાં સારવાર લીધા બાદ તેણે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આઇ.પી.સી. કલમ ૩૨૩, ૩૨૪, ૩૯૪, ૪૨૭, ૧૧૪ તથા જીપીએકટ કલમ ૧૩૫ તથા એટ્રોસીટી એકટની કલમ ૩(૨) (૫-A), ૩(૨)(૫) મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News