મોરબી સમસ્ત જૈન મહિલા મંડળોનો ઋષભ પ્રશ્નમંચ યોજાયો, પૌષધ શાળાના ભાવના મંડળની ટીમ પ્રથમ ટંકારાના મીતાણા ડેમમાંથી કાયમી વાલ્વ મૂકીને નદીમાં પાણી છોડવાની ભૂતકોટડા ગ્રામ પંચાયતે કરી માંગ મોરબીના પંચાસર રોડે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી 15 જેટલા ખેડૂતોના ખેતરમાં ભરાઈ જતાં હાલાકી રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હળવદમાંથી પાણીપુરીના તીખા-મીઠા પાણી સહિત ૮ નમૂના લેવાયા હળવદમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ માટે 23 અને તાલુકા પંચાયતોના પ્રમુખ-ઉપપ્રમુખ માટે 25 મીએ ચૂંટણી મોરબીમાં વેચાણ કરારથી યુવાનને ટ્રક આપી દીધા બાદ પાછો પડાવી લઈને 21.37 લાખની છેતરપિંડી, ખંડણી અને વિશ્વાસઘાતના ગુનામાં આરોપી ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના નવા સાદુળકા ગામને પ્રભારી સચિવે ખુલ્લામાં શૌચથી મુક્તનું પ્રમાણપત્ર એનાયત કરયું


SHARE











મોરબીના નવા સાદુળકા ગામને પ્રભારી સચિવે ખુલ્લામાં શૌચથી મુક્તનું પ્રમાણપત્ર એનાયત કરયું

મોરબી જિલ્લાના ગામોમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ ભ્રમણ કરી રહ્યા છે. આ રથ દ્વારા સરકારશ્રીની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી ગ્રામજનો સુધી પહોંચાડવામાં આવી રહી છે. ગ્રામજનોને વિવિધ યોજનાઓના લાભો અપાઈ રહ્યા છે. ગ્રામ્ય કક્ષાએ કરેલ ઉમદા કાર્યો બદલ ગ્રામ પંચાયતોને અભિનંદન પ્રમાણપત્ર  એનાયત કરવામાં આવી રહ્યા છે. ODF plus model (ઓપન ડેફિકેશન ફ્રી - ખુલ્લામાં શૌચથી મુક્ત)ના પેરામીટર ધરાવતા હોય તેવા ગામોને પણ અભિનંદન પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવે છે. 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' દરમિયાન  મોરબી જિલ્લા પ્રભારી સચિવશ્રી  મનીષાબેન ચંદ્રાના હસ્તે મોરબી તાલુકાના નવા સાદુળકા  ગામે  સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય) યોજના હેઠળ ગ્રામ પંચાયતને ODF plus Model જાહેર કરવા બદલ સરપંચ મેહુલભાઈ દલસાણીયાને અભિનંદન પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું  હતું. ઉપરાંત સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના ના પ્રસાર પ્રચાર માટે આઈ.ઈ.સી.પ્રવૃત્તિ અન્વયે સ્ટોલ મારફતે ગ્રામજનોને  પેમ્પલેટ વિતરણ અને યોજનાકીય માહિતી આપવામાં આવી હતી.






Latest News