મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં રમતા રમતા પડી ગયા બાદ રાજકોટ ખસેડાયેલી ત્રણ વર્ષની બાળકીનું સારવાર દરમિયાન


SHARE







મોરબીમાં રમતા રમતા પડી ગયા બાદ રાજકોટ ખસેડાયેલી ત્રણ વર્ષની બાળકીનું સારવાર દરમિયાન

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ કારખાનામાં રહીને મજૂરી કામ કરતાં પરપ્રાંતિય મજુર પરિવારની ત્રણ વર્ષની દીકરી રમતા રમતા પડી ગઈ હતી જેથી માથા તથા શરીરે મુઢ ઇજાઓ થતા મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવી હતી અને ત્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલા લુમેન સિરામિક નામના યુનિટના લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતાં મજુર પરિવારની સુભાશ્રી ઉર્ફે શ્રુતિ ચંદનભાઈ કડૈયા જાતે ધડક નામની ત્રણ વર્ષની બાળકી તા.૨૯ ના સાંજના પાંચેક વાગ્યાના અરસામાં રમતા રમતા પડી ગઈ હતી જેથી તેણીને પ્રથમ મોરબીના સામાકાંઠે આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી અને ત્યાંથી પ્રાથમિક સારવાર કરીને બેભાન હાલતમાં જ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન રાજકોટ ખાતે ખસેડાયેલ સુભાશ્રી ઉર્ફે શ્રુતિ ચંદ્રનભાઈ નામની ત્રણ વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું રાજકોટ ખાતેથી યાદી આવતા હાલ તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજા દ્વારા બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા થતા સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કારીયા સોસાયટીમાં રહેતા રાણો અશોકભાઈ પડસારીયા નામના ૧૯ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઈજા થવાથી શહેરની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો આ બાબતે વધુમાં તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે રાણો અશોકભાઈ પડસારીયા નામનો યુવાન મોટી વાવડી ગામ તરફ ગયો હતો અને ત્યાંથી તે પરત મોરબી આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં નાગલપર ગામની પાસે તે બાઈક લઈને આવતો હતો ત્યારે બાઇકની આડે અચાનક ભૂંડ આડુ ઉતરતા તે વાહન સહિત નીચે પડી જતા તેને પગના ભાગે બીજાઓ પહોંચી હોય ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો હાલ આ બાબતે નોંધ થતા તાલુકા પોલીસ મથકના અર્જુનસિંહ ઝાલા દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે

યુવાન સારવારમાં

મોરબી તાલુકાના નવલખી હાઇવે ઉપર આવેલા લુંટાવદર ગામે જયંતીભાઈની વાડીએ રહીને ખેત મજૂરીનું કામ કરતા મગનભાઈ ચકુભાઈ બુંદેલા નામના ૨૭ વર્ષના યુવાનને વાડીમાં કામ કરતા સમય કોઈ અજાણ્યુ ઝેરી જનાવર કરડી જતા તેને તાત્કાલિક અત્રેની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને આ બાબતે સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ થતા હાલ તાલુકા પોલીસ મથકના અર્જુનસિંહ આ બાબતે વધુ તપાસ કરી રહ્યા છે.






Latest News