મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતની ઇ-ગ્રામ યોજનાના કર્મચારીઓનું શોષણ: આવેદનપત્ર પાઠવ્યું


SHARE







મોરબી જિલ્લા પંચાયતની ઇ-ગ્રામ યોજનાના કર્મચારીઓનું શોષણ: આવેદનપત્ર પાઠવ્યું

મોરબી જિલ્લા પંચાયતની ઇ-ગ્રામ યોજના અંતર્ગત કામગીરી કરતા કર્મચારીઓને સમયસર પગાર મળતાં નથી અને સમયસર પગાર વધારો પણ મળતો નથી જેથી કરીને તેઓનું શોષણ કરવામાં આવતું હોય છે માટે આ કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર આપીને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ તેઓના પ્રશ્નને ગંભીરતાથી લઇને તેનો પ્રશ્ન ઉકેલવામાં આવતો નથી ત્યારે ઇ-ગ્રામ યોજના હેઠળ મોરબી જિલ્લાની અંદર કામ કરતા કર્મચારીઓ દ્વારા મોરબી જિલ્લાના ડી.ડી.ઓ. પરાગ ભગદેવને આવેદનપત્ર પાઠવીને ઇ-ગ્રામ યોજના હેઠળ મોરબી જિલ્લામાં કામ કરતાં દરેક કર્મચારીઓને સમયસર કંપની દ્વારા પગારની ચૂકવણી કરવામાં આવે તેમજ સમયસર પગારમાં વધારો કરવામાં આવે તેના માટેની માંગણી કરવામાં આવી છે તેની સાથોસાથ બિનજરૂરી કનડગત આ કર્મચારીઓની કરવામાં આવે છે તેને પણ રોકવામાં આવે તેવી માગણી અને લાગણી ઇ-ગ્રામ યોજના હેઠળ મોરબી જિલ્લામાં કામ કરતા કર્મચારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવેલ છે






Latest News