મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

પગારકાંડ: મોરબીની વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના છ આરોપીના રિમાન્ડ મંજૂર


SHARE







પગારકાંડ: મોરબીની વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના છ આરોપીના રિમાન્ડ મંજૂર

મોરબીની રવાપર ચોકડીએ પગાર લેવા માટે ઓફિસે બોલાવીને યુવાનને માર માર્યો હતો અને મોઢામાં પગરખું લેવડાવવામાં આવ્યું હતું જે બનાવમાં લૂંટરાયોટિંગ અને એટ્રોસિટી સહિતની ભોગ બનેલા યુવાને વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના કુલ ૬ આરોપીને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કર્યા હતા ત્યારે સરકારી વકીલની દલીલોને ધ્યાને રાખીનો કોર્ટે આરોપીઓના પહેલી ડિસેમ્બર સુધીના રીમાન્ડ મંજુર કરેલ છે

મોરબીમાં અનુ. જાતિના યુવાનને તેનો બાકી નીકળતો પગાર માંગ્યો હતો જેથી તેને રવાપર ચોકડીએ આવેલ રાણીબા ઇન્ડસ્ટ્રીઝ ખાતે પગાર લેવા માટે બોલાવવામાં આવ્યો હતો ત્યારે તેને માર મારીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો તેમજ પગારના બદલે મોઢામાં પગરખું લેવડાવવામાં આવ્યું હતું તેવી ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે લૂંટરાયોટિંગ અને એટ્રોસિટી સહિત કલમ હેઠળ ગુનો નોંધીને આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબાઓમ પટેલરાજ પટેલપરીક્ષિત અને ડી.ડી.રબારી તેમજ અજાણ્યા સાત શખ્સો આમ કુલ મળીને ૧૨ આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં આરોપી મયુર ઉર્ફે દેવો દિલીપભાઇ કલોતરા રબારી (ડી.ડી.રબારી) (૨૬) રહે. રબારીવાસ મોરબી વાળાની ધરપકડ કરીને તેને જેલ હવાલે કરેલ છે ત્યાર બાદ આગુનામાં પોલસે આ ગુનામાં આરોપી વિભૂતિ ઉર્ફ રાણીબા હિતેન્દ્રભાઈ સીતાપરાઓમ હિતેન્દ્રભાઈ સીતાપરારહે. બંને પેસિફિક હાઈટ્સ- ૪૦૧ એસ.પી. રોડ મોરબી તથા રાજ અજયભાઈ પડસારા રહે. બાપાસીતારામ ચોક પાસે રવાપર રોડ મૂળ રહે શાંતિની કેતન સોસાયટી બગસરા અમરેલીપરિક્ષિત સુધીરભાઈ ભગલાણી બ્રાહ્મણ રહે. ૪ કાયાજી પ્લોટ મહેશ હોટલ સામે શનાળા રોડ મોરબીક્રિશ જયંતિભાઈ મેરજા જાતે પટેલ રહે. ઓશો ટાવર અમી પેલેસ પાસે કંડલા બાયપાસ મોરબી અને પ્રીત વિજેન્દ્રભાઈ વડસોલા જાતે પટેલ રહે. ૭-સુભાષનગર નિર્મલ સ્કૂલ પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ હતી અને આરોપીઓને ૧૦ દિવસના રિમાન્ડ રિમાન્ડની માંગણી સાથે મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલને ધ્યાનમાં રાખીને કોર્ટે ૬ આરોપીઓના પહેલી ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે વધુમાં જાણવા મળતી વિગત મુજબ ઘટના બની ત્યાર બાદ આરોપીઓ મોરબીથી ભાગ્યા બાદ ક્યાં રોકાયા હતા ? કોણે તેને આશરો આપ્યો હતો ? તે સહિતની બાબતોની રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે અને અન્ય આરોપીઓને પકડવા માટેની તજવીજ કરવામાં આવશે






Latest News