મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના ચકચારી કેસમાં પકડાયેલા આરોપીના રિમાન્ડ નામંજૂર, રાણીબા સહિતનાઓની શોધખોળ


SHARE







મોરબીના ચકચારી કેસમાં પકડાયેલા આરોપીના રિમાન્ડ નામંજૂરરાણીબા સહિતનાઓની શોધખોળ

મોરબીની રવાપર ચોકડીએ પગાર લેવા માટે ઓફિસે બોલાવીને યુવાનને માર માર્યો હતો અને મોઢામાં પગરખું લેવડાવવામાં આવ્યું હતું જે બનાવમાં લૂંટરાયોટિંગ અને એટ્રોસિટી સહિતની ભોગ બનેલા યુવાને વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના કુલ ૧૨ સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી અને આરોપીને રિમાન્ડની માંગણી સાથે જજ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો અને પોલીસે પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા જો કે, આરોપીના વકીલની દલીલને ધ્યાને લઈને તેના રિમાન્ડ નામંજૂર કરવામાં આવેલ છે

મોરબીમાં અનુ. જાતિના યુવાનને તેનો બાકી નીકળતો પગાર માંગ્યો હતો જેથી તેને રવાપર ચોકડીએ આવેલ રાણીબા ઇન્ડસ્ટ્રીઝ ખાતે પગાર લેવા માટે બોલાવવામાં આવ્યો હતો ત્યારે તેને માર મારીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો તેમજ પગારના બદલે મોઢામાં પગરખું લેવડાવવામાં આવ્યું હતું તેવી ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે લૂંટરાયોટિંગ અને એટ્રોસિટી સહિત કલમ હેઠળ ગુનો નોંધીને આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબાઓમ પટેલરાજ પટેલપરીક્ષિત અને ડી.ડી.રબારી તેમજ અજાણ્યા સાત શખ્સો આમ કુલ મળીને ૧૨ આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ ગુનામાં હાલમાં પોલીસે ભોગ બેલા યુવાનને જે તે સમયે ફડાકો માર મારનારા મયુર ઉર્ફે દેવો દિલીપભાઇ કલોતરા રબારી (ડી.ડી.રબારી) (૨૬) રહે. રબારીવાસ મોરબી વાળાની ધરપકડ કરેલ હતી અને આરોપીના પાંચ દિવસના રિમાન્ડની માંગણી સાથે જજ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો જો કે, આરોપીના વકીલ જયદીપભાઈ પંચોટિયાએ કરેલ દલીલને ધ્યાને રાખીને આરોપીના રિમાન્ડ નામંજૂર કરેલ છે જેથી પોલીસે આરોપીને જેલ હવાલે કરેલ છે આ ગુનામા હજુ આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબાઓમ પટેલરાજ પટેલપરીક્ષિત સહિતઓને પકડવાના બાકી છે તેના માટે પોલીસે ચક્રોગતિમાન કરેલ છે






Latest News