મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં જુદીજુદી બે જગ્યાએ યુવાનોએ અંતિમ પગલાં ભર્યા


SHARE







મોરબીમાં જુદીજુદી બે જગ્યાએ યુવાનોએ અંતિમ પગલાં ભર્યા

મોરબી શહેરના ભડીયાદ રોડ ઉપર આવેલ બૌદ્ધનગરમાં રહેતા યુવાને કોઈ કારણસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો આવી જ રીતે મોરબીમાં સર્કિટ હાઉસ સામેના ભાગમાં વૃક્ષની ડાળી સાથે ગળાફાંસો ખાઈને એક નેપાળી યુવાને આપઘાત કરી લીધેલ છે જે બંને બનાવની બી ડિવિઝન પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના ભડીયાદ રોડ ઉપર નજરબાગ રેલવે સ્ટેશનની સામેના ભાગમાં આવેલ બૌદ્ધનગરમાં રહેતા વિપુલભાઈ નાનજીભાઈ સોલંકી (૨૫)  નામના યુવાને કોઈ કારણોસર પોતે પોતાના ઘરે હતો ત્યારે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવ અંગેની મોરબી સીટી બી ડિવિઝન પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના બી.આર. ખટાણા ચલાવી રહ્યા છે

તો બીજા બનાવમાં મોરબી શહેરમાં સર્કિટ હાઉસની સામે વૃક્ષની ડાળી સાથે ગળાફાંસો ખાઈને યુવાને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની જાણ થતા લોકો ત્યાં એકત્રિત થઈ ગયા હતા અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતક યુવાન મોરબીની ઉમા ટાઉનશિપ ખાતે કામકાજ કરતો નેપાળી યુવાન હોવાનું સામે આવ્યું હતું જો કે તેની ઓળખ મેળવવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે






Latest News