મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના આમરણ નજીક ટ્રક ચાલકે રિક્ષાને હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં ઇજા પામેલ વૃધ્ધાનું મોત


SHARE







 

મોરબીના આમરણ નજીક ટ્રક ચાલકે રિક્ષાને હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં ઇજા પામેલ વૃધ્ધાનું મોત

 

મોરબી તાલુકાના આમરણથી આગળના ભાગમાં જોડિયા રોડ ઉપર આવેલ મેલડી માતાજીના મંદિર પાસેથી રીક્ષા લઈને વૃદ્ધ પસાર થઈ રહ્યા હતા ત્યારે તેની રીક્ષાને ટ્રક ચાલકે હડફેટે લીધી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં રીક્ષા ચાલક તથા રિક્ષામાં બેઠેલા તેના બે બહેન, બનેવી અને ભાણેજને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે રાજકોટ લઈને ગયા હતા અને સારવાર લીધા બાદ  રીક્ષા ચાલકે ટ્રક ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને અકસ્માતના આ બનાવમાં ઇજા પામેલા વૃદ્ધા નું સારવાર દરમિયાન ગઇકાલે મોત નિપજ્યુ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટના ભોમેશ્વર સોસાયટી પાસે જાગૃતિ સોસાયટી શેરી નંબર-૬ માં રહેતા સબીરભાઈ અલીભાઈ કુરેશી જાતે સિપાઈ (૫૬)એ થોડા દિવસો પહેલા ટ્રક નંબર જીજે ૩૭ ટી ૮૯૬૩ ના ચાલકની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યું હતુ કે, આમરણથી આગળ જોડિયા રોડ ઉપર આવેલ મેલડી માતાજીના મંદિર પાસે ટ્રકના ચાલકે બેફીકરાઈથી પોતાનું વાહન ચલાવીને ફરિયાદીની સીએનજી રીક્ષા નંબર જીજે ૩ બીએક્સ ૦૭૦૩ ને હડફેટે લીધી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ફરિયાદી તથા તેના બહેન શરીફાબેન હબીભાઈ ગોરસીયા (૭૦), ફરિયાદીના બહેન સરિફાબેન યાસીનભાઈ શેખ (૪૫), રજાકભાઈ મોહમ્મદભાઈ બેલીમ (૫૧) અને સીફાબેન રફિકભાઈ ગોરસીયા (૧૩) ને ઇજાઓ થઈ હતી જેથી કરીને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ફરિયાદીના બહેન શરીફાબેનને જમણા પગમાં આંગળી કપાઈ ગયેલ હોય તેની રાજકોટ ખાતે સારવાર કરવામાં આવી હતી આ બનાવ સંદર્ભે રીક્ષા ચાલકે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને ગઇકાલે સાંજે સારવાર દરમ્યાન શરીફાબેન હબીભાઈ ગોરસીયા (૭૦)નું મોત નિપજ્યુ છે જેથી કરીને આ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી છે






Latest News