મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી નજીક વાડીમાં પત્નીની હત્યા કરનારા પતિ જેલ હવાલે


SHARE







મોરબી નજીક વાડીમાં પત્નીની હત્યા કરનારા પતિ જેલ હવાલે

મોરબી નજીકના ખાનપર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતાં આધેડ તેની પત્ની સાથે ઝૂપડામાં હતા ત્યારે કોઈ કારણોસર તેને દાતરડીના મોઢા અને માથાના ભાગે ઘા મારીને તેની હત્યા કરી હતી જે ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરીને આરોપીને જેલ હવાલે કરેલ છે

મોરબી તાલુકાના ખાનપર ગામે રાજેશભાઈ લક્ષ્મણભાઈ ડાવેરા (આહીર) ની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતાં મૂળ છોટા ઉદેપુર જિલ્લાના રહેવાસી હસમુખભાઇ રેમલાભાઈ નાયકા (૨૪)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને તેના પિતા રેમલાભાઈ દેવાસીંગભાઈ નાયકા સામે ફરિયાદીની માતાની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ છે કેતા ૮/૧૧ ના રોજ રાતના સમયે ફરિયાદીના પિતા રેમલાભાઈ નાયક અને તેની માતા ઝીણકીબેન નાયકા ખાનપર ગામે રાજેશભાઈ ડાવેરાની વાડીએ ઝૂપડામાં સૂતા હતા અને ફરિયાદીતેના પત્ની તેનો નાનો ભાઈ અને તેના નાની ઝૂપડાની બહારના ભાગે સૂતા હતા ત્યારે ઝૂપડામાં કોઈ કારણોસર તેના પિતાએ તેની માતાને માથા અને મોઢાના ભાગે દાતરડીના ઘા માર્યા હતા જેથી તેની માતાનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જેની ફરિયાદ આધારે પોલીસે આરોપી રેમલાભાઈ દેવાસીંગભાઈ નાયકાની ધરપકડ કરીને હતી અને આ આરોપીને કોર્ટમાં રજૂ કરીને હાલમાં આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે






Latest News