મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી: કારખાનામાં કામ કરતાં પરપ્રાંતિય કર્મચારીઓ-મજૂરોની વિગતો પોલીસ સ્ટેશને આપવા જાહેરનામું પ્રસિદ્ધ


SHARE







મોરબી: કારખાનામાં કામ કરતાં પરપ્રાંતિય કર્મચારીઓ-મજૂરોની વિગતો પોલીસ સ્ટેશને આપવા જાહેરનામું પ્રસિદ્ધ

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.કે.મુછાર દ્વારા મોરબી જિલ્લામાં તમામ કારખાનેદારોમકાન બાંધકામમાંફાઉન્ડ્રી ઉદ્યોગમાંહીરા ઉદ્યોગમાં તથા ફેકટરીઓમાં અને ખેતીના તેમજ વેપાર ધંધામાં મજૂર કે ભાગીયા તરીકે કામ કરતા પરપ્રાંતીય કારીગરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશનમાં આપવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે.

જાહેરનામા અનુસાર તમામ કારખાનેદારોમકાન બાંધકામ બિલ્ડર્સફાઉન્ડ્રી ઉદ્યોગહીરા ઉદ્યોગખેતી કામ તથા અન્ય ઉદ્યોગો વેપાર-ધંધા સાથે સંકળાયેલા તમામ પ્રાઈવેટ સેકટરના માલીકો અને મેનેજમેન્ટ કે જેઓના યુનીટમાં કર્મચારીઓકારીગરોમજૂરો કે ભાગીયા હાલમાં કામ ઉપર છે તેવા કાયમીહંગામી કે કોન્ટ્રાકટના કર્મચારીઓને કારીગરો/શ્રમિકોની માહિતી તૈયાર કરી સબંધિત પોલીસ સ્ટેશનમાં આ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યાના ૧૫ દિવસમાં આપવાની રહેશે. કોઈ પેઢીના માલીક/ખેડુતનું નામ સરનામું તથા ધંધાની વિગતમાલિકના મોબાઈલ નંબર તથા ધંધાના સ્થળના ટેલીફોન નં.કામે રાખેલ કર્મચારીકારીગર/શ્રમિક/ભાગીયાનું પુરુનામઓળખ ચિન્હહાલનું સરનામુ તથા મોબાઈલ નંબર તેમજ મૂળ વતનનું પુરું સરનામું તથા વતનના ટેલીફોન નંનોકરીએ રાખ્યાની તારીખઅગાઉ જે સ્થળે કામ કરતા હોય તે માલીકનું પુરું નામ સરનામું તથા મોબાઈલ નં./ટેલીફોન નં.કોના રેફરન્સ/ પરિચયથી નોકરીએ રાખેલ છે તે સ્થાનિક રહીશનું પૂરું નામસરનામુંમોબાઈલ નં./ટેલીફોન નં.બે થી ત્રણ સગા સબંધિઓના પૂરા નામ તથા સરનામા(તેમના વતન સહિતના) તથા હથિયાર ધરાવતા હોય તો તે સહિતની વિગતો નિયત પત્રકમાં તૈયાર કરીને આપવાની રહેશે.

આ ઉપરાંત અન્ય રાજ્યો/દેશમાંથી વ્યક્તિને મકાન ભાડા પટે આપવામાં આવે ત્યારે મકાન ભાડે અપાવનાર દલાલ અને મકાન માલીકે મકાન ભાડે આપ્યા અંગેની માહિતી સંબંધી પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે. તેવી જ રીતે ખેત શ્રમીક/ભાગીયા તથા ઘરઘાટી અંગેની માહિતી સંબંધીત પોલીસ સ્ટેશનમાં દિન-૧૫ માં આપવાની રહેશે. જેમાં ઘરઘાટી કે ચોકીદાર તરીકે કામ કરનાર શ્રમીક/ચોકીદારનું નામ તથા રહેણાકનું સરનામુંજેને કામે રાખનાર માલીકનું નામ તથા સરનામું તથા મો.નં.કામે રાખ્યાની તારીખકામે રહેનાર ઘરઘાટી કે ચોકીદારનું ઓળખકાર્ડ/ચુંટણીકાર્ડ/ડ્રાઇવીંગ લાઇસન્સનો પુરાવોકામે રહેનાર ઘરઘાટી કે ચોકીદાર મુળ ક્યાના રહેવાસી છે તે વતનના પુરા સરનામાં તથા વતનની બે વ્યકિતના નામસરનામા તથા ફોન નંબરઘરઘાટી કે ચોકીદારની ઓળખાણ આપતા હોય તેવા બે વ્યક્તિઓ નામ સરનામું/ફોન નંબર સહિતની વિગતો નિયત પત્રકમાં આપવાની રહેશે. આ ઉપરાંત  મોરબી જિલ્લા વિસ્તારની સલામતી અને શાંતી જળવાઈ રહે તે માટે શ્રમિકો/કારીગરોની માહિતી સાચી અને સરળતાથી મળી રહે તે સારૂ http://apps.apple.com/us/app/morbi-assured/id1557232449 વાળી લીંક ઓપન કરી કારખાનેદાર/ફેકટરીના માલીકોએ તેમજ અન્ય જગ્યાએ કામ કરતા જે તે માલીકોએ મજુરોનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશેલીંક એન્ડ્રોઈડ ફોન http://play.google.com./store/apps/details?id=com.morbi_eye પરથી ઈન્સ્ટોલ કરવાની રહેશે. આ જાહેરનામાનો અમલ  તા. ૧૨/૧૧/૨૦૨૩ થી તા. ૧૦/૦૧/૨૦૨૪ અમલમાં રહેશે.






Latest News