મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાંથી ૨૫ ઇલેક્ટ્રીક મોટરની ચોરી કરનારા ત્રિપુટી ૧૫ ચોરાઉ મોટરની સાથે ઝડપાયા


SHARE







ટંકારા તાલુકામાંથી ૨૫ ઇલેક્ટ્રીક મોટરની ચોરી કરનારા ત્રિપુટી ૧૫ ચોરાઉ મોટરની સાથે ઝડપાયા

દિવાળી પર્વને ધ્યાને રાખીને પોલીસ દ્વારા પેટ્રોલીંગ વધારવામાં આવ્યું છે તેવામાં મોરબી તાલુકા પોલીસની ટિમ જાંબુડીયા ગામ આર.ટી.ઓ ઓફીસની સામે હતી ત્યારે શંકાસ્પદ હાલતમાં ત્રણ ઈસમ મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પૂછપરછ કરતાં તેને લતીપાર ગામ નજીક કારખાનામાંથી ૨૫ ઇલેક્ટ્રીક મોટરની ચોરી કરી હોવાનું કબૂલાત આપી હતી જેથી પોલીસે હાલમાં ૧૫ મોટર અને બે મોબાઈલ ફોન કબજે કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ  છે

મોરબી તાલુકા પોલીસની ટિમ પીઆઇ કે.એ. વાળાની સૂચના મુજબ કામ અને પેટ્રોલીંગ કરી રહી છે તેવામાં વાસુદેવ રણછોદભાઇ સોનગ્રાને મળેલ બાતમી આધારે વાંકાનેર મોરબી હાઇવે રોડ ઉપર આવેલ જાંબુડીયા ગામ આર.ટી.ઓ ઓફીસની સામેથી ત્રણ ઇસમો શંકાસ્પદ રીતે આટા ફેરા કરતો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પૂછપરછ કરી હતી ત્યારે પોતે ટંકારાના લતીપાર ગામથી આશરે પાંચ સાત કિ.મી. દૂર એક બંધ કારખાનામાથી ૨૫ નંગ ઇલેક્ટ્રીક મોટરની ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી જેથી કરીને પોલીસે તેની પાસે નાની મોટી પંદર ઇલેક્ટ્રીક મોટર જેની કિંમત ૮૭,૦૦૦ તથા બે મોબાઇલ જેની કિંમત ૭૫૦૦ આમ કુલ મળીને ૯૪,૫૦૦ નો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ કબ્જે કરી હતી અને આરોપી જાવીદભાઇ સલીમભાઇ સૈયદ જાતે બુખારી (૨૦) રહે. દાતાપીરની દરગાહ પાસે વાંકાનેર, આસીફભાઇ ઇબ્રાહીમ કેંડા જાતે સંધી (૨૬) રહે વેલનાથપરા ભારત ઓઇલ મીલ પાછળ વાંકાનેર અને અખ્તરભાઇ આદમભાઇ મકરાણી જાતે મુસ્લીમ (૨૦) રહે. પેડક દિગવિજયનગર વાંકાનેર વાળાની સી.આર.પી.સી. કલમ ૪૧(૧) ડી મુજબ અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે આ કામગીરી પીઆઇ કે.એ.વાળાની સૂચના મુજબ પીએસઆઇ બી.એમ.બગડા, વાસુદેવ રણછોડભાઇ સોનગ્રા, યસવંતસિંહ પ્રવીણસિંહ ઝાલાએ કરી હતી






Latest News