મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામે યુવાનને માર મારનારા ચાર આરોપીની ધરપકડ


SHARE







મોરબીના બેલા ગામે યુવાનને માર મારનારા ચાર આરોપીની ધરપકડ

મોરબીના બેલા ગામે યુવાનને ચાર શખ્સોએ ફોન કરીને ઘરની બહાર બોલાવ્યો હતો ત્યારબાદ જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો તથા ધોકા વડે માર મારીને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેની યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના બેલા ગામે રહેતા વસીમભાઈ ઓસમાણભાઈ નારેજા જાતે સંધિ (૨૪)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોમજીભાઈ જેસાભાઇ રબારીનવઘણભાઈ ઉર્ફે ગોનો રબારીવિવેકભાઈ રણછોડભાઈ રબારી અને મેરૂભાઈ કાનાભાઈ રહે. બધા બેલા વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કે, થોડા દિવસ પહેલા તેણે પોતાની શેરીમાં કલર વાળી ગન સાફ કરી હતી જે બાબતે તેના પત્ની રસીદાબેન અને બાજુમાં રહેતા રતિબેન કાનાભાઈ રબારી વચ્ચે બોલાચાલી થયેલ હતી જે બાબતોનો ખાર રાખીને આરોપીઓ તેના ઘર પાસે આવ્યા હતા અને ફરિયાદીને ફોન કરીને તેના ઘરની બહાર બોલાવ્યો હતો ત્યારબાદ તેને ગાળો આપી હતી બાદમાં વિવેક તથા મેરૂભાઈએ ઢીકા પાટુનો માર માર્યો હતો અને મોમજીભાઈ તથા નવઘણભાઈએ તેને ધોકા વડે માર મારીને ઈજાઓ કરી હતી તેમજ મોમજીભાઈએ ફરિયાદી યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેની યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એ. ગઢવી અને રાઇટર અરવિંદભાઇ દ્વારા આ ગુનામાં આરોપી મોમજીભાઈ જેસાભાઇ રબારી (૨૭) રહે. બેલામુન્ના ઉર્ફે નવઘણભાઈ અરજણભાઈ અજાણા જાતે રબારી(૩૧) રહે. કામધેનુ પાછળ આવાસ યોજના કવાર્ટર મોરબી, વિવેકભાઈ રણછોડભાઈ કલોતરા જાતે રબારી (૨૫) રહે. બેલા અને મેરૂભાઈ કાનાભાઈ ટમારિયા જાતે રબારી (૨૪) રહે. બેલા વાળાની ધરપકડ કરવામાં આવેલ છે 






Latest News