ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં કર્મચારી સોસાયટીના ઘરમાંથી દારૂ-બિયરની ૩૧૬ બોટલ સાથે એક પકડ્યો, એકની શોધખોળ


SHARE











મોરબીમાં કર્મચારી સોસાયટીના ઘરમાંથી દારૂ-બિયરની ૩૧૬ બોટલ સાથે એક પકડ્યો, એકની શોધખોળ

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફને મળેલ બાતમી આધારે મોડીરાત્રીના મોરબીના સામાકાઠે એસપી કચેરીથી આગળના ભાગે આવેલ કર્મચારી સોસાયટીના મકાનમાં રેડ કરી હતી ત્યારે ત્યાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની કુલ મળીને ૨૬૮ બોટલો મળી આવી હતી તેમજ બિયરના ૪૮ ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે રૂપિયા ૧,૧૦,૦૧૦ ના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે અને એક શખ્સનું નામ સામે આવતા પોલીસે તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી પ્રમાણે સ્ટાફ રાત્રિના સમયે વોચમાં હતો ત્યારે મદારસિંહ મોરી, નરેન્દ્રભાઈ ગોસ્વામી, કલ્પેશભાઈ રઘુવીરસિંહ, વિજયભાઈ ચાવડા અને શક્તિસિંહ જાડેજા સહિતના મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી નજીક પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન વિજયભાઈ ચાવડા તથા શક્તિસિંહ જાડેજાને બાતમી મળી હતી કે મોરબીના સામાકાંઠે એસપી કચેરી નજીકમાં વાંકાનેર હાઇવે ઉપર આવેલ કર્મચારી સોસાયટી ઉમા ગેરેજ નજીકના મકાનમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે જેથી ત્યાં રેડ કરી હતી ત્યારે મકાનમાંથી વિદેશી દારૂની નાની મોટી દારૂની કુલ મળીને ૨૬૮ બોટલ મળી હતી જેથી કરીને ૧,૦૫,૨૧૦ તેમજ બિયરના ૪૮ ટીન મળી આવતા ૪૮૦૦ ના બીયર આમ કુલ મળીને ૧,૧૦,૦૧૦ ના મુદ્દામાલ સાથે સ્થળ ઉપરથી પોલીસે નદીમ યુનુસ પલેજા જાતે સંધિ (૨૦) રહે. કર્મચારી સોસાયટી ઉમા ગેરેજ પાસે સામાકાંઠે મોરબી-૨ ની સ્થળ ઉપરથી ધરપકડ કરી હતી જ્યારે તેની પૂછપરછમાં યુનુસ અલી પલેજા જાતે સંધિ રહે. કર્મચારી સોસાયટી પાસે વાળાનું નામ સામે આવ્યું હતું જેથી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News