મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત વાંકાનેરના જોધપર ગામે બે મહિલાઓને દંપતિએ પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાંથી પોકસો, અપહરણ અને બળાત્કારના ગુનામાં આરોપીનો નિદોષ છુટકારો


SHARE







મોરબીની કોર્ટમાંથી પોકસો, અપહરણ અને બળાત્કારના ગુનામાં આરોપીનો નિદોષ છુટકારો

મોરબી જીલ્લાના એક ગામના ફરિયાદીની સગીરવયની દીકરીનું લગ્ન કરવાના ઈરાદે તા ૪/૧૧/૨૧ ના રોજ આરોપી ભુરાભાઈ બાબુભાઈ ગામોડ અનુ. જાતી રહે. મુળ ગામ ખજુરકો જીલ્લો જાબવા વાળો અપહરણ કરી ગયો હતો અને જુદી જુદી જગ્યાઓએ લઈ જઈ સગીરા સાથે દરેક જગ્યાએ શરીર સંબંધ બાંધી બળાત્કાર કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો જેથી આરોપી સામે ટંકારા તાલુકા પોલીસે આઇપીસી કલમ ૩૬૩૩૬૬૩૭૬ તથા પોકસોની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી જે કેસ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી જતાં આરોપીનો નિર્દોષ છુટકારો થયેલ છે

આ બાબત ટંકારા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો અને આરોપી વિરુધ્ધ પુરતો પુરાવો જણાતા તપાસ અધિકારીએ ચાર્જશીટ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ૨જુ કરતા આરોપી સામે સ્પે. પોકસો કેસ નં. ૦૪/૨૨ થી કેસ દાખલ થયેલ હતો આ કેશ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી જતાં જજ ડી.પી. મહીડા સાહેબે સરકારી વકીલ તથા આરોપીના વકીલની દલીલો સાંભળીને તમામ પુરાવાઓ ધ્યાનમા લઈને આ કામના અરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ હતો. આ કેસમાં આરોપી તરફે મોરબીના જાણીતા વકીલ શ્રીમતી પુષ્પાબેન કે. ભટ્ટ રોકાયેલ હતા






Latest News