મોરબી: અકસ્માત વળતરના કેશમા ૧૮ લાખનું વળતર અપાવતી કોર્ટ મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા અધિક માસની અમાસ નિમિત્તે ૨૦ માતાઓનું સેવા-સન્માન મોરબીના પીપળી ગામ પાસે કારખાનામાંથી કોપર-એલ્યુમિનિયમ વાયરની ચોરીના ગુનામાં 3 આરોપી પકડાયા, 1.97 લાખનો મુદામાલ કબ્જે: 2 ની શોધખોળ  મોરબીની આયુષ હોસ્પિટલના ડૉ. સત્યજીતસિંહ જાડેજાએ જીવન-મૃત્યુ વચ્ચે ઝઝૂમતા વૃદ્ધને આપ્યું નવજીવન કોરોનાએ છીનવી માતાની છત્રછાયા તો સરકાર બની માવતર: મોરબીની દીકરીને લગ્ન પ્રસંગે મળી બે લાખની આર્થિક સહાય PM CARES for Children: મોરબીના કલેક્ટરે બાળકો સાથે વન-ટુ-વન સંવાદ યોજી આત્મીય માર્ગદર્શન આપ્યું મોરબી જિલ્લાના પૂર્વ મંજૂરી મેળવેલ બાગાયતદાર ખેડૂતોને યોજનાકીય લાભ માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરવા ખાનગી કંપનીના વીજ પોલના વળતર મામલે ઉગ્ર બનતા ખેડૂતો: મોરબીના જેતપર ગામે હવે બિન રાજકીય આમરણાંત ઉપવાસ આંદોલનના માંડણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાનો ફરિયાદ નિવારણનો કાર્યક્રમ ૨૩ નવેમ્બરે યોજાશે


SHARE











મોરબી જિલ્લાનો ફરિયાદ નિવારણનો કાર્યક્રમ ૨૩ નવેમ્બરે યોજાશે

લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ યોજાતો નવેમ્બર-૨૦૨૩ માસનો ફરિયાદ નિવારણ કાર્યક્રમઆગામી તા.૨૩/૧૧ ના રોજ સવારે ૧૧ વાગ્યે કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાશે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના પ્રશ્નો-ફરિયાદો ૧૦મી નવેમ્બર સુધી સબંધિત ખાતાની જિલ્લા કક્ષાની કચેરીનાં વડાને જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળની અરજી સ્વરૂપે પહોંચતા કરવાના રહેશે. આ અરજીના મથાળે જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમલખવાનું રહેશે.

જિલ્લા સ્વાગતમાં અરજી કરતા પહેલા કોઇપણ અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયતને તથા તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ લેખિતમાં અરજી કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, અગાઉ સંબંધીત ખાતામાં કરેલ રજૂઆતનો આધાર રજૂ કરવો, તેમજ આપવામાં આવેલ જવાબ/પ્રત્યુતરની ઝેરોક્ષ નકલ અરજી સાથે રાખવી અને અરજદારે અરજીમાં પોતાનું નામ, સરનામુ અને ફોન નંબર પણ દર્શાવવાના રહેશે. અરજીમાં અરજદારની સહી હોવી જરૂરી છે. સ્પષ્ટ અને મુદાસરની સમજી શકાય તેવી આધારો સાથે રજૂ કરેલી અરજી ધ્યાને લેવાશે. તેમજ મહેસુલી તંત્રને લગતા પ્રશ્નો મોરબી જિલ્લા પૂરતા જિલ્લા કલેકટર કચેરી ખાતે રજૂ કરવાનાં રહેશે. મહેસુલી તંત્ર ઉપરાંત પોલીસ વિભાગ, ગુજરાત વિદ્યુતબોર્ડ, એસ.ટી., પાણી પુરવઠા બોર્ડ, સિવાયનાં પ્રશ્નો માટે જિલ્લામાં આવેલી જે તે ખાતાની જિલ્લા કક્ષાની કચેરીમાં રજૂ કરવાના રહેશે જેની અરજદારોને નોંધ લેવા નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર દ્વારા જણાવાયું છે.

સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક

મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતીની બેઠક આગામી તા.૧૭/૧૧ ના રોજ બપોરના ૩:૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. આ બેઠકમાં ફરિયાદ સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા કરાશે. અને સંકલન સમિતિની બેઠકમાં રજૂ થયેલ પ્રશ્નોની સમીક્ષા અને સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે.






Latest News