ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના અજીતગઢ-ટીકર રોડ ઉપર બાઈક સવાર યુવાનને બોલેરો ચાલકે હડફેટ લેતા જુના ઘાટીલા ગામના યુવાનનું મોત


SHARE











મોરબીના અજીતગઢ-ટીકર રોડ ઉપર બાઈક સવાર યુવાનને બોલેરો ચાલકે હડફેટ લેતા જુના ઘાટીલા ગામના યુવાનનું મોત

મોરબીના માળિયા મીયાણા તાલુકાના જુના ઘાટીલા ગામનો રહેવાસી યુવાન અજીતગઢ-ટીકર રોડ ઉપરથી બાઈક લઈને જતો હતો ત્યારે ત્યાં તેના બાઇકને કોઈ અજાણ્યા બોલેરો ચાલકે હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું મોત નીપજ્યું હતું જેથી તેના ડેડબોડીને અત્રે પીએમ માટે લાવવામાં આવતા પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના માળિયા મીયાણા તાલુકાના જૂના ઘાટીલા ગામે આવેલા શક્તિ પ્લોટ વિસ્તારમાં રહેતો ઉમેશ હસમુખભાઈ દેત્રોજા જાતે પટેલ નામનો ૨૯ વર્ષનો યુવાન બાઈક લઈને મોરબીના અજીતગઢ ગામથી ટીકર જવાના રસ્તેથી જતો હતો ત્યારે તેના બાઈકને અજાણ્યા બોલેરો કારના ચાલકે હળફેટે લીધું હતું અને આ અકસ્માત બનાવમાં શરીરએ થયેલી ગંભીર ઈજાઓના પરિણામે ઉમેશ દેત્રોજાને બેભાન હાલતમાં હળવદની હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. જેથી તેના ડેડબોડીને પીએમ માટે હાલ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.જેથી ડોક્ટર દ્વારા મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા એ ડીવીજન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા આ બાબતે પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને તેઓએ જણાવ્યું હતું કે મૃતક ઉમેશભાઈ દેત્રોજા બાઈક લઈને જતા હતા ત્યારે કોઈ અજાણ્યા બોલેરો જેવા વાહનના ચાલકે તેઓને હડફેટ લેતા તેઓનું મોત નીપજ્યું હતું અને આ બનાવ હળવદ પોલીસ મથક વિસ્તારનો હોય ત્યાં આગળની તપાસ અર્થે જાણ કરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં યુવાન ઈજા

મોરબીના ખાનપર ગામે રહેતા ભાવિક વસંતભાઈ ભીમાણી નામના ૩૧ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો તે ખાનપર ગામથી મોરબી તરફ આવતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઇક થોરાળા ગામના પાટીયા પાસે સ્લીપ થઈ ગયું હતું જે બનાવમા તેને ઈજા થતા સારવારમાં ખસેડાયો હોય આ બાબતે તાલુકા પોલીસ મથકના સબળસિંહ સોલંકી દ્વારા નોંધ કરી વધુ તપાસ હાથ ધરાય છે.

દવા પી જતા સારવારમાં

થાનના સોનગઢ ગામે રહેતી મધુબેન ભરતભાઈ રંગપરા નામની ૪૩ વર્ષીય મહિલા કોઈપણ કારણોસર તેઓના ઘરએ દવા પી ગયા હતા જેથી કરીને તેઓને બેભાન હાલતમાં વધુ સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા ત્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે એ ડિવિઝન પોલીસમાં જાણ કરાતા હરેશભાઈ ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરી આ બાબતે થાન પોલીસમાં જાણ કરાઈ હતી.






Latest News