કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના વીરપરડા પાસે ફોરલેનનું કામ કરનાર કંપનીએ મોટા પાયે ખનીજ ચોરી કરી હોવાની સરપંચની કલેક્ટરને ફરિયાદ


SHARE





મોરબીના વીરપરડા પાસે ફોરલેનનું કામ કરનાર કંપનીએ મોટા પાયે ખનીજ ચોરી કરી હોવાની સરપંચની કલેક્ટરને ફરિયાદ

મોરબી જિલ્લાના વીરપરડા ગામ પાસે ફોરલેન રસ્તો બનાવવા માટેનું કામ કરવામાં આવ્યું છે જે કામ રાખનાર કંપની દ્વારા વીરપરડા ગામની સર્વે નંબર ૧૯ ની જમીનમાંથી મોટા પાયે ખનીજ ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ગામના સરપંચ દ્વારા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને આ અંગેની યોગ્ય તપાસ કરીને કસૂરવારની સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી છે

મોરબી તાલુકાનાં વિરપારડા ગામના સરપંચ અજયસિંહ નરેન્દ્રસિંહ જાડેજા દ્વારા હાલમાં કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી તાલુકાના ગામ વી૨૫૨ડાથી ફોર લેન હાઇવે નીકળે છે જેનું કામ કાજ પૂરું થવામાં છે ત્યારે ફોરલેનમાં વચ્ચેના ગામના નામના સાઈન બોર્ડ મુકવાની કામગીરી ચાલુ છે જો કે, વી૨૫૨ડા ગામનું સાઇન બોર્ડ મૂકવામાં આવેલ નથી અને માઈલ સ્ટોન પણ મુકેલ નથી જેથી વી૨૫૨ડા ગામનું નામ ડીલીટ કરી નાખેલ છે માટે પીપળીયા ચાર રસ્તેથી વી૨૫૨ડા આવતા લોકો સીધા જ હજનાળી ગામ સુધી જતાં રહે છે અને ત્યાંથી પાછું આવવું પડે છે જેથી કરીને ઓવરબ્રીજ બનેલ છે ત્યાં લેફટ સાઈડનો એરો તેમજ વી૨૫૨ડા ગામના નામનું સાઈન બોર્ડ મુકવાની માંગ કરી છે

તેમજ અગાઉના સરપંચના કોરા લેટર હેડ ઉપર સંમતી દર્શાવી દીલીપ બીલ્ડોન્ટ લી. કંપની કે જેની પાસે હાઈવે બનાવવાનો કોન્ટ્રાકટ છે તેના દ્વારા વીરપરડા ગામની સર્વે નંબર ૧૯ ની જમીનમાંથી મોટા પાયે ખનીજ ચોરી કરવામાં આવેલ છે અને સ્થળ ઉપ૨થી વધુ માટી કાઢેલ હોવા છતા રેકર્ડ ઉપર સાચી હકીકત છુપાવી અને સરકારી તીજોરીને મોટુ નુકશાન પહોંચાડ્યુ છે અને રોયલ્ટીની ચોરી કરેલ છે જેની તપાસ ક૨વાની પણ માંગ કરેલ છે આ કંપની દ્વારા હજનાળીબીલીયામોડપર તેમજ કાંતીપુર ગામ પાસેથી પણ મંજૂરી વગર ખનીજ ચોરી કરવામાં આવેલ છે  જે અંગેના કેસો પણ થયેલ છે. તેમજ મોટો દંડ પણ કર્યો હતો આ નવો રોડ બન્યો ત્યારથી એટ્લે કે છેલ્લા બે વર્ષથી ગામના ખેડુતો દ્વારા ચોમાસાની સીઝનમાં પાણી ભરાવાના લીધે પાક લઈ શકાતો નથી જેથી હાઈવેના કામકાજ પછી ખેડુતને આપધાત કરવો પડે તેવી પરસ્થિતિ ઉભી થયેલ છે જેથી કરીને આ અંગેની યોગ્ય તપાસ કરીને કસુ૨વારો સામે કાયદેસ૨ની કાર્યવાહી કરવાની માંગ કરેલ છે




Latest News