ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી ઝૂલતા પુલ  દુર્ઘટનાના દિવંગતોના પરિવારજનો દ્વારા ગાંધી આશ્રમે શ્રદ્ધાંજલિ સભા યોજાઇ


SHARE







મોરબી ઝૂલતા પુલ  દુર્ઘટનાના દિવંગતોના પરિવારજનો દ્વારા ગાંધી આશ્રમે શ્રદ્ધાંજલિ સભા યોજાઇ

મોરબીની જુલતા પુલ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે ઝુલતાપુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોના પરિવારજનો દ્વારા અમદાવાદમાં આવેલ ગાંધી આશ્રમ ખાતે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીથી ઘણા લોકો હાજર રહ્યા છે

મોરબીમાં એક વર્ષ પહેલા જુલતો પૂલ તૂટી પડ્યો હતો અને ત્યાં હરવા ફરવા માટે આવેલા લોકોમાંથી બાળકો, મહિલા, વૃદ્ધો, સગર્ભા મહિલા સહિત કુલ મળીને ૧૩૫ લોકોના મોત નિપજ્યાં હતા આ બનાવ સંદર્ભે હાલમાં કોર્ટની અંદર મેટર ચાલી રહી છે જો કે, તા ૩૦/૧૦/૨૩ ના રોજ આ ઘટનાને એક વર્ષ પૂરું થતા ટ્રેજેડી વિકટીમ એસોસિયેશ દ્વારા જુલતાપુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતક વ્યક્તિઓના પરિવારજનોને સાથે રાખીને દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે અમદાવાદ ગાંધી આશ્રમ ખાતે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીથી ઘણા લોકો હાજર રહ્યા હતા તેવું ટ્રેજેડી વિકટીમ એસોસિએશનના હોદ્દેદારો પાસેથી જાણવા મળ્યું છે




Latest News