વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખનો વિદાય સમારોહ યોજાયો 


SHARE







મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખનો વિદાય સમારોહ યોજાયો 

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયાનો નિવૃત્તિ વિદાય સમારંભ હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા નીલકંઠ મહાદેવ મંદિરના સાનિધ્યમાં રાણેકપર ખાતે યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અંબારીયા, મોરબી જિલ્લાના પૂર્વ ડીપીઓ અને હાલ નાયબ નિયામક સોલંકી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ગળચર, સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ જીલુભા ધાંધલ, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઇ હુંબલ, મહામંત્રી પ્રફુલભાઈ નાયકપરા, તમામ તાલુકાના ટીપીઈઓ, તમામ તાલુકા યુનિટના પ્રમુખ-મહામંત્રી, તમામ તાલુકાના બીઆરસી, જિલ્લા સંઘના હોદ્દેદાર, કારોબારીમિત્રો, તેમજ બહોળી સંખ્યામાં શિક્ષક ભાઈ/બહેનોએ હાજર રહી કાર્યક્રમને દિપાવ્યો હતો.

ઉપરોક્ત કાર્યક્રમમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, મોરબીના જિલ્લાના અન્ય તમામ તાલુકા યુનિટ, ઉપસ્થિત મહેમાનો, સગાં-વહાલાંઓ તેમજ હળવદ તાલુકાના બહોળી સંખ્યામાં ઉપસ્થિત શિક્ષક ભાઈ-બહેનો દ્વારા ઘનશ્યામભાઈ દેથરીયાનું ફૂલ હાર પહેરાવી, સાલ ઓઢાઢી, ગિફ્ટ આપી ઉષ્માસભર સન્માન કરવામાં આવ્યું હતું.ત્યારે ઘનશ્યામભાઈ દેથરીયા દ્વારા મોરબી જિલ્લા સંઘના પ્રમુખ, હળવદ તાલુકા સંઘના પ્રમુખ,હળવદ શિક્ષક  મંડળીના  પ્રમુખ-મંત્રી, તેમજ હળવદ ટીપીઈઓ વખતે કરેલ સારા કાર્યોની સુવાસ આજના આ કાર્યક્રમમાં ચારે બાજુ ફેલાયેલી જોવા મળી હતી.




Latest News