વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીના દાદાશ્રીનગર ગામે ઘરમાંથી દાગીના-રોકડ સહિત ૨.૨૨ લાખના મુદામાલની ચોરીના ગુનામાં આરોપીની ધરપકડ


SHARE







મોરબીના દાદાશ્રીનગર ગામે ઘરમાંથી દાગીના-રોકડ સહિત ૨.૨૨ લાખના મુદામાલની ચોરીના ગુનામાં આરોપીની ધરપકડ

મોરબી તાલુકાના દાદાશ્રીનગર ગામે રહેતા આધેડનું ઘર બંધ હતું ત્યારે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ઘરમાં પ્રવેશ કરીને કબાટના બારણા ચાવી વડે ખોલીને તિજોરીમાં રાખવામાં આવેલા કુલ મળીને ૩૫ ગ્રામના સોનાના દાગીના તથા એક લાખ રૂપિયા રોકડા આમ કુલ મળીને ૨,૨૨,૫૦૦ રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ હતી જેથી ભોગ બનેલા આધેડ દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વિસાવડી ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના દાદાશ્રીનગર ખાતે રહેતા ભગવાનગીરી નટવરગીરી ગોસ્વામી જાતે બાબાજી (૫૦)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, ગત તા. ૧૪/૧૦ ના રોજ તેઓનું ઘર બંધ કરીને તે પોતાના પત્ની શોભનાબેન સાથે મહેસાણા જિલ્લાના નાની કડી ગામે તેના સાઢુભાઈના ઘરે તેના દીકરા ભાર્ગવે ઓપરેશન કરાવેલું હોવાથી તેની ખબર કાઢવા માટે ગયા હતા અને ત્યાંથી તેઓ તા ૧૬ ના રોજ પાછા આવી ગયા હતા જોકે ઘરે આવીને ઘરના મુખ્ય દરવાજાનું તાળું ખોલીને ઘરમાં ગયા હતા ત્યારે બેડ રૂમના દરવાજાનું તાળું ખુલ્લું હતું જેથી તાળું મારતા ભૂલી ગયા હશું તેવું સમજીને જે તે સમયે રૂટિન કામકાજમાં લાગી ગયા હતા જોકે ગત તા. ૨૩/૧૦ ના રોજ તેઓના વતન વિસાવડી ગામે માતાજીના નિવેદ હોવાથી ત્યાં જવા માટે થઈને બેડરૂમમાં રાખેલ કબાટમાંથી રોકડા રૂપિયા કાઢવા માટે થઈને તેઓએ જે જગ્યાએ ચાવી મૂકી હતી ત્યાં ચાવી શોધતા હતા પરંતુ ચાવી મળી ન હતી જેથી કરીને તેને પોતાના પત્ની પાસેથી કબાટની બીજી ચાવી લઈને કબાટમાં તિજોરીનો લોક ખોલ્યો હતો ત્યારે કબાટમાં રાખેલા એક લાખ પાંચ હજાર રૂપિયામાંથી માત્ર પાંચ હજાર રૂપિયા હતા અને એક લાખ રૂપિયા તિજોરીમાં હતા નહીં તેમજ તેમના સોનાના દાગીના જેમાં સોનાની ચાર વીટી, સોનાનો ચેન અને ચગદૂ, સોનાની ઝુમ્મર બુટ્ટી, સોનાની ચાર નંગ બીજી બુટ્ટી તેમજ સોનાનું લોકેટ આમ કુલ મળીને ૩૫ ગ્રામ સોનાના દાગીના અને એક લાખ રૂપિયા રોકડા ન હોવાથી ભોગ બનેલા આધેડ દ્વારા તેઓના ઘરમાંથી ૨,૨૨,૫૦૦ ની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. વી.જી. જેઠવા અને તેની ટીમે આરોપી નિર્મલપરી કરશનપરી ગોસ્વામી (૩૩) રહે/ ડેલામાં ચાણસમાં પાટણ વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સ જાણભેદુ હોય તેને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે

વાહન અકસ્માતમાં યુવાન ઈજાગ્રત
મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ બોખાની વાડી વિસ્તારમાં રહેતા હરેશભાઈ લવજીભાઈ નકુમ નામના ૩૨ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઈજા થતાં મોરબીની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો પોલીસના જણાવ્યા પ્રમાણે કામધેનુ હોટલ નજીક કંડલા બાઇપાસ ઉપરથી બાઈક લઈને જતા સમયે તેનું બાઇક રેકડી સાથે અથડાયું હતું અને તે બનાવમાં ઈજા પામતા હરેશ નકુમને સારવારમાં લઈ જવાયો હતો.અકસ્માતનો બીજો એક બનાવ મોરબીના જુના બસ સ્ટેશન પાસે બન્યો હતો જેમાં બાઈકમાં જઈ રહેલા છાયાબેન સંજયભાઈ ગોહિલ (ઉંમર ૪૯)રહે.કોઈબા મેલડી માતાના મંદિર પાસે વાળીને ઇજા થતાં ખાનગી. હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા તેઓનું બાઈક ગાય સાથે અથડાતા ઉપરોક્ત અકસ્માત બનાવ સર્જાયો હતો તેમ પોલીસસૂત્રોએ જણાવેલ છે.




Latest News