વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીમાં શરદપુનમે જિલ્લા આહીર સેના તેમજ બીએએમએસ એસો.-વૈદ્યસભા દ્વારા રાસોત્સવનું આયોજન


SHARE











મોરબીમાં શરદપુનમે જિલ્લા આહીર સેના તેમજ બીએએમએસ એસો.-વૈદ્યસભા દ્વારા રાસોત્સવનું આયોજન

મોરબીના શરદ પુનમના દિવસે મોરબી જિલ્લા આહીર સેના દ્રારા ફક્ત આહિર સમાજ માટે રસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આવી જ રીતે બીએએમએસ એસો. અને વૈદ્યસભા દ્વારા રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબી જિલ્લા આહીર સેના દ્રારા તા.૨૮/૧૦/૨૦૨૩ ને શિનવારે નાની વાવડી ખાતે શરદ પૂર્ણીમાના દિવસે રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન શ્રીકૃષ્ણના અધ્યક્ષ સ્થાને દ્રારકાધીશની સાક્ષીએ આહીર સેના ગુજરાતના મોરબી જીલ્લા દ્રારા ફક્ત આહિર સમાજ માટે મહાપ્રસાદ સાથે આહીર સમાજના પ્રખ્યાત કલાકારો સાથે રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. ત્યારે દ્રારકા ખાતે યોજાનાર આહિરાણી મહારાસનો ડેમો પણ રાખવામાં આવેલ છે આ તકે સમસ્ત આહીર સમાજને આવવા માટે આયોજકોએ આમંત્રણ આપેલ છે અને આહીર સમાજના દરેક લોકોને રાસ રમવા માટે આહીર સમાજના પરંપરાગત વસ્ત્ર પરિધાન સાથે આવવા અનુરોધ કરાયેલ છે અને આ રસોત્સવમાં કોઈ પણ પ્રકારની એન્ટ્રી ફી કે પાસ રાખવામાં આવેલ નથી તેવું પણ આયોજકોએ જણાવ્યુ છે 

બીએએમએસ એસો.-વૈદ્યસભા દ્વારા રાસોત્સવ

મોરબીમાં બીએએમએસ એસો. અને મોરબી વૈદ્યસભા દ્વારા શરદપુનમના દિવસે રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તા ૨૮ ના રોજ શનિવારે શરદપુનમના દિવસે રાત્રે ૮:૩૦ કલાકે મોરબીના રાજકોટ હાઈવે પર આવેલા માધવ ગાર્ડ રેસ્ટોરન્ટ ખાતે રાસોત્સવનું આયોજન કરાયું છે. ત્યારે મોરબી જિલ્લાના તમામ બીએએમએસ ડોક્ટરોને પરિવાર સાથે આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News