મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી નજીકથી પકડાયેલ મેફેડ્રોન ડ્રગ્સના ગુનામાં ઝડપાયેલા બે આરોપીના શરતી જામીન મંજૂર


SHARE







મોરબી નજીકથી પકડાયેલ મેફેડ્રોન ડ્રગ્સના ગુનામાં ઝડપાયેલા બે આરોપીના શરતી જામીન મંજૂર

મોરબીના લાલપર ગામે મકાનમાંથી ૧૯.૪૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું જેથી પોલીસે ૧,૯૪,૦૦૦ ના ડ્રગ્સ સહિત કુલ ૨.૮૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ કેસમાં પકડાયેલા બે આરોપીના રેગ્યુલર જામીન માટે વકીલ મારફતે જામીન અરજી કરવામાં આવી હતી જેમાં બંને આરોપીઓના શરતી જામીન મંજૂર કરવામાં આવેલ છે

મોરબીના લાલપર ગામે થોડા દિવસો પહેલા મૂળ રાજસ્થાનના રહેવાસી હકીમ રોડાજી આકી જાતે અજમેરીના રહેણાંક મકાનમાં રેડ કરીને પોલીસે મેફેડ્રોનનો જથ્થો ૧૯.૪૦ ગ્રામ જેની કિંમત ૧,૯૪,૦૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપી હકીમ રોડાજી આકી જાતે અજમેરીની ધરપકડ કરી હતી અને તેની પાસેથી તે સમયે કુલ ૮૫,૦૦૦ રોકડા અને અન્ય મુદામાલ મળીને પોલીસે ૨,૮૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો અને બાદમાંતપાસનીસ અધિકારી દ્વારા આરોપી જીતેન્દ્ર રામજીભાઈ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી હતી જે બાને આરોપીના રેગ્યુલર જામીન માટે મોરબી જિલ્લા સ્પેશયલ એનડીપીએસ તથા સેશન્સ કોર્ટમાં આરોપીના વકીલ મનીષભાઈ ઓઝ (ગોપાલભાઈ) દ્વારા જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલ તેમજ જુદીજુદી કોર્ટના ચુકાદા ધ્યાને રાખીને મોરબી જિલ્લા સ્પેશયલ એનડીપીએસ તથા સેશન્સ કોર્ટના જજ પી.સી. જોશી દ્વારા આરોપી હકીમરોડાજી રાજુજી આકી જાતે અજમેરી અને જીતેન્દ્ર ઉર્ફે જીતુ રામજીભાઈ પ્રજાપતિ ના ૧૦-૧૦ હજારના શરતી જામીન મંજૂર કરેલ છે આ કેસમાં આરોપીના વકીલ તરીકે મનીષભાઈ ઓઝ અને મહેનાઝ્બેન પરમાર રોકાયેલ હતા






Latest News