મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનાના ગોડાઉનમાં અડપલાં કરતાંની સાથે બાળકીએ દેકારો કરતાં કરી નાખી હત્યા: ગુનો નોંધાયો


SHARE







મોરબી નજીક કારખાનાના ગોડાઉનમાં અડપલાં કરતાંની સાથે બાળકીએ દેકારો કરતાં કરી નાખી હત્યા: ગુનો નોંધાયો

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના ગોડાઉનમાંથી ચાર વર્ષ અને દસ મહિનાની બાળકીની હત્યા કરેલી લાશ મળી આવી હતી જેથી બાળકીના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે લઈ જવામાં આવ્યો હતો અને હાલમાં ભોગ બનેલ બાળકીના પિતાએ કારખાનામાં જ કામ કરતાં શખ્સની સામે તેની દીકરીની સાથે અડપલાં કરીને તેનુઈ હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે જેથી કરીને મોરબી તાલુકા પોલીસે હાલમાં હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ ન્યુ રોયલ સીરામીક કારખાનાના ટાઇલ્સનો માલ ભરેલા ગોડાઉનમાંથી ત્યાં રહેતા અને મજૂરી કામ કરતા મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી યુવાનની ચાર વર્ષ અને દસ મહિનાની દીકરીની ગળાટુંપો આપીને હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને કારખાનેદાર દ્વારા જાણ કરવામાં આવી હતી અને પોલીસે મૃતક બાળકીના મૃતદેહને પીએમ માટે પ્રથમ મોરબી અને ત્યાંથી ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો ત્યાર બાદ હત્યાના આ બનાવમાં હાલમાં મૃતક બાળકીના પિતા ન્યુ રોયલ કારખાનામાં ટાઈલ્સના સેમ્પલ લેવાનુ કામ કરતાં રવિભાઇ મનસુખભાઇ મેંદપરા સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેની દીકરીને કોઈપણ લાલચ આપીને ન્યુ રોયલ ફેકટરીના ગોડાઉનમાં આરોપી લઇ ગયો હતો અને ત્યાં ફરીયાદીની દિકરી સાથે શરીરે અડપલા કર્યા હતા અને ચેન-ચાળા કરતાની સાથે જ ફરીયાદીની દિકરીએ દેકારો કરતાં તેની હત્યા કરી નાખેલ છે જેથી કરીને હલમ મૃતક બાળકીના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હત્યા સાહિની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે અને આરોપી પોલીસની હાથવેંતમાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે






Latest News