ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી એસપી કચેરી ઉપર વીજળી પડતાં નુકસાન: ૨૪ કલાકમાં અડધાથી લઈને એક ઇંચ વરસાદ


SHARE











મોરબી એસપી કચેરી ઉપર વીજળી પડતાં નુકસાન: ૨૪ કલાકમાં અડધાથી લઈને એક ઇંચ વરસાદ

 ગઇકાલે મોરબીમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો ત્યારે મોરિના સામાકાંઠે વિસ્તારમાં આવેલ જિલ્લા પોલીસની કચેરીના કંટ્રોલ રૂમ ઉપર આકાશી વીજળી પડી હતી જેથી કરીને કંટ્રોલ રૂમમાં રાખવામાં આવેલ ટાવર, બે વાયરલેસ સેટ અને એક કમ્પ્યુટરને નુકશાન થયું હતું જેથી કરીને આ અંગેની ઉપરી અધિકારીને જાણ કરીને પોલીસે દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી હતી અને આ ઘટના સિવાય જીલ્લામાં બીજા કોઈ પણ સ્થળે આકાશી વીજળી ગઇકાલે પડી ન હતી 

 

૨૪ કલાકમાં અડધાથી લઈને એક ઇંચ વરસાદ

મોરબી જિલ્લામાં છેલ્લા દિવસોથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગઇકાલે આખા દિવસમાં મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં અડધાથી લઈને એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને હાલમાં ઉઘાડ નીકળ્યો હોવાથી ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે કેમ કે, છેલ્લા દિવસોથી પડી રહેલો વરસાદ મોલ ઉપર આવી ગયેલા પાકને નુકશાન કરે તેવી શક્યતા છે મોરબી જીલ્લામાં છેલ્લી ૨૪ કલાકમાં અડધાથી લઈને એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જેમાં ટંકારા, મોરબી અને વાંકાનેર તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ છે જયારે હળવદ અને માળીયા તાલુકામાં સરેરાસ અડધો ઇંચ વરસાદ પડ્યો છે અને છેલ્લી ૨૪ કલાકથી જીલ્લામાં હળવો અને ભારે વરસાદ પડી રહ્યો હોવાથી હાલમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગયેલ છે 






Latest News