મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલા આઈ.ટી.આઈ. ખાતે સોમવારે ભરતી મેળો


SHARE











મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલા આઈ.ટી.આઈ. ખાતે સોમવારે ભરતી મેળો

 શ્રમ અને રોજગાર વિભાગનિયામક રોજગાર અને તાલીમ હેઠળની સરકારી ઔદ્યોગીક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ) મોરબી ખાતે તા ૦૪/૧૦ ના રોજ સવારે ૯:૩૦ વાગ્યે રાજ્યમાં કાર્યરત મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત જિલ્લાના યુવાનોને રોજગારી મળે તેમજ ઉધોગોને કુશળ મેનપાવર મળી રહે તેવા હેતુ સાથે જિલ્લા કક્ષાના એપ્રેન્ટીસ ભરતી મેળાનુ આયોજન કરવામાં આવેલ છે.

 મોરબી ખાતે જે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં મોરબી જિલ્લા સ્થિત ઔધોગીક એકમો, હોસ્પીટલો તથા મેરીટાઇમ બોર્ડ (નવલખી પોર્ટ) વગેરે મળી કુલ ૨૧ નોકરી દાતાઓ હાજર રહેનાર છે. તેમજ આશરે ૧૪૬ એપ્રેન્ટીસની જગ્યાઓ ભરવાની છે. જેથી કરીને જે ઉમેદવાર આ ભરતી મેળાનો લાભ લેવા ઇચ્છતા હોય તેઓને મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલા આઈ.ટી.આઈ. ખાતે તા 0૪/૧૦ ના રોજ સવારે ૯:૩૦થી ૧૬:૦૦ સુધીમાં આવી જવાનું રહેશે અને આ ભરતી મેળા માટે વધુ જાણકારી જોઈતી હોય તો મો ૯૯૭૯૩ ૮૩૨૮૮ અને ૭૦૧૬૬ ૩૯૪૫૧ ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે 






Latest News