મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીમાં માઁ ઉમિયાનો પ્રાગટય દિવસ ઉજવણી મીટીંગને સંબોધન કરતા પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા


SHARE











મોરબીમાં માઁ ઉમિયાનો પ્રાગટય દિવસ ઉજવણી મીટીંગને સંબોધન કરતા પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા

ઉમિયાધામ સિદસર ખાતે આગામી ભાદરવા સુદ પૂનમ માઁ ઉમિયાજીનો ૧૨૫ મો માં પ્રાગટ્ય દિવસ તા.૨૯-૯ થી તા.૧-૧૦ (શુક્રવારથી રવિવાર) સુધી ત્રણ દિવસ ભવ્યાતિભવ્ય રીતે ઉજવવાનું નક્કી કરેલ હોય આ ત્રિદિવસીય કાર્યક્રમના આયોજન અને અમલીકરણ માટે મોરબી શહેર-ગ્રામ્ય વાંકાનેર, ટંકારા માળીયા તાલુકાના કડવા પાટીદાર  સંગઠન સમિતિના કાર્યકર્તાઓ, દાતાઓ, સમાજ શ્રેષ્ઠીઓ, વિવિધ સંસ્થાઓના હોદેદારો વગેરેની એક અગત્યની મિટીંગ મોરબીના કડવા પાટીદાર કન્યા છત્રાલય ખાતે યોજાઈ હતી.

જેમાં જેરામભાઈ વાંસજાળીયા પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી ચેરમેન, ગોવિંદભાઇ વરમોરા ઉપપ્રમુખ ચીમનભાઈ સાપરિયા ઉપપ્રમુખ કૌશિકભાઈ રાબડીયા સંગઠન પ્રમુખ જયેશભાઇ પટેલ મનેજિંગ ટ્રષ્ટિ, રમેશભાઈ રાણીપા સહમંત્રી ઉમિયાધામ સિદસરના તમામ હોદેદારોની વચ્ચે બ્રિજેશભાઈ મેરજા પૂર્વ મંત્રી ગુજરાત સરકારની પ્રેરક ઉપસ્થિત રહી હતી.બ્રિજેશભાઈ મેરજા હાલ ભલે કોઈ પદ કે હોદ્દો શોભાવતા ન હોય છતાં સામાજિક, ધાર્મિક પ્રસંગો હોય એમની ઉપસ્થિત ઉડીને આંખે વળગે છે.હાલ તેઓ સ્થાનિક સ્વરાજ્યની સંસસ્થાના હોદેદારોની વરણી માટે સેંસ લેવામાં સતત વ્યસ્ત હોવા છતાં સમાજની મિટીંગમાં ઉપસ્થિત રહીને ઉપસ્થિત સૌ કોઈને માઁ ઉમિયાજીના પ્રાગટય મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી માટે સંબોધન કર્યું હતું.સમગ્ર મિટિંગનું આયોજન અને વ્યવસ્થાપન મનુભાઈ કૈલા પ્રમુખ મોરબી જિલ્લા ગ્રામ્ય સંગઠન, એ.કે.પટેલ પ્રમુખ મોરબી જિલ્લા શહેર સંગઠન સમિતિએ સંભાળ્યું હતું.






Latest News