હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી નજીક ટ્રક ટેન્કર નીચે યુવાનને કચડીને મોત નિપજાવનારા વાહન ચાલકની ધરપકડ


SHARE











મોરબી નજીક ટ્રક ટેન્કર નીચે યુવાનને કચડીને મોત નિપજાવનારા વાહન ચાલકની ધરપકડ

મોરબીના ખાખરેચી ગામના પાટીયા પાસે આવેલ ડાયવર્ઝનમાંથી ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું ત્યારે ટ્રક ટેન્કરના ચાલકે ટ્રેક્ટરને ઠોકર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જેથી ટ્રેક્ટરમાં બેઠેલા લોકો નીચે પડ્યા હતા ત્યારે યુવાન ટ્રકની નીચે આવી હતા કચડાઈ જવાથી તેનું મોત નીપજયું હતું આ ગુનામાં આરોપીની ધરપકડ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના રહેવાસી અને હાલમાં નવા ખારચિયા ગામે પ્રભુભાઈ ઉર્ફે બાલુભાઇ ગોકળભાઈના મકાનમાં ભાડેથી રહેતા અને મજૂરી કામ કરતા સબલીબેન માનસિંગ મેહડા જાતે અનુ. જનજાતિ (૨૬)એ ટ્રક ટેન્કર નં. જીજે ૧૨ બીડબલ્યુ ૭૧૫૯ ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યૂ છે કે, મોરબી તાલુકાના જૂના ખાખરેચી ગામના પાટીયા પાસે આવેલ ડાયવર્ઝન પાસેથી ફરિયાદીના શેઠના ટ્રેક્ટર નંબર જીજે ૩૬ આર ૬૦૩૬ માં પાછળના ભાગે સાતિડો લગાવેલ હતો અને તેના ઉપર ફરિયાદીના પતિ માનસિંગ ધુલિયાભાઈ મેહડા જાતે અનુ. જન જાતિ (૪૨) તથા ફરિયાદી તેનો દીકરી સંતર, પાડોશમાં રહેતા વારસિંગ કાંતિભાઈ મેહડા (૪૦), અજય કાંતિભાઈ મેહડા (૧૬), રાધિબેન કાંતિભાઈ મેહડા (૧૮) અને બારું ભંગુભાઈ મછાર (૧૯) બેઠેલ હતા અને ભંગુભાઈ ટ્રેકટર ચલાવી રહ્યા હતા ત્યારે ટ્રક ટેન્કરના ચાલકે પાછળથી ટ્રેક્ટરને ઠોકર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ફરિયાદીના પતિ માનસિંગ મેહડા ટ્રકની નીચે કચડાઈ જવાથી તેનું મોત નીપજયું હતુ આ ગુનામાં આરોપી કુંદનભાઈ રામાશંકર ચંદ્રવંશી (૨૬) રહે. હાલ રાજવી હાઉસ સેક્ટર-૮ ગાંધીધામ મૂળ ગોગા નબીનગર ઓરંગાબાદ બિહાર વાળાની તાલુકા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે.

બાઇક સ્લીપ

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં રહેતા સલીમભાઈ આમદભાઈ ખોખર (૪૦) નામનો યુવાન મોરબીના સનાડા રોડ ઉપર આવેલ ભક્તિનગર સર્કલ પાસેથી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં રસ્તામાં બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં સલીમભાઈને ઇજાઓ થઈ હોવાથી મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક સ્લીપ

મોરબી નજીકના ધરમપુર ગામે રહેતા જસપાલસિંહ તેજપાલસિંહ (૪૦) નામનો યુવાન બાઈક લઈને મોરબી નજીકના ભરતનગર ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં ભરતનગર ગામ નજીક તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News