મોરબી આર.ટી.ઓ. કચેરી દ્વારા ફોર-વ્હિલર વાહનોના પસંદગીના નવા નંબર માટે ઓનલાઇન હરાજી કરાશે વાંકાનેર તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની ટીમની નવી રચના કરવામાં આવી મોરબીમાં શેરીમાં ગાળો બોલવાની ના કહેતા યુવાનને માથામાં ધોકો મારીને છરી મારવાની ધમકી માળીયા (મી)ના જુમાવાડી વિસ્તારમાં દરિયાની ખાડીમાંથી બાળકનું કંકાલ મળ્યું મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને બે વર્ષની સજા મોરબીમાં પોલીસને બાતમી આપતો હોવાની શંકાએ યુવાન ઉપર ફાયરિંગ કરીને મર્ડર મામલે હથીયાર આપનાર આરોપીની ધરપકડ વિકસતું વાંકાનેર, સમૃદ્ધ વાંકાનેર; લોકોને હરવા-ફરવા માટે મળશે જિલ્લાનો સૌથી મોટો નેહરુ ગાર્ડન મોરબી કલેક્ટરે વેણાસર ગામની મુલાકાત લઈ ગ્રામીણ વિકાસ અને સરકારી જમીનોની ફાળવણીના વિવિધ પ્રકલ્પોની સમીક્ષા કરી
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર ગામે શાળામાં લાઈફ સ્કીલ-આનંદમેળાનું આયોજન કરાયું


SHARE









ટંકારાના સજનપર ગામે શાળામાં લાઈફ સ્કીલ-આનંદમેળાનું આયોજન કરાયું

ટંકારાના સજનપર ગામે શાળામાં "લાઈફસ્કીલ આનંદમેળા' ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના ધો. ૬ થી ૮ ના બાળકોને પ્રાથમિક કક્ષાથી જ ધંધાકીય આવડતનો વિકાસ થાય તે હેતુથી વિવિધ સ્ટોલ લગાવવામાં આવ્યા હતા ત્યારે બાળકોએ પોતાની રીતે વિવિધ ખાણી-પીણીની વસ્તુઓના સ્ટોલ લગાવ્યા હતા જેમાં પાણીપુરી, ભેળ, દાબેલી, વેજીટેબલ સેડવીચ, પાઉંભાજી, ભૂંગરા બટેટા, ઘૂઘરા-સમોસા, ચના મસાલા, લિબુ સરબત-સોડા, કટલેરીની વસ્તુઓ વગેરે જેવા વિવિધ સ્ટોલ કરવામાં આવ્યા હતા આ બધા જ સ્ટોલની મોટી સંખ્યામાં વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ  મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓમા ધંધાકીય અભિગમ કેળવાય તે હેતુથી વાલીઓ અને શિક્ષકોએ દરેક વિદ્યાર્થીઓને પૈસા આપી નાસ્તાની ખરીદી કરી હતી અને વિદ્યાર્થીઓ વધુ નફો કેમ કમાવવોએ માટે યોગ્ય પ્રયત્ન કરે તે હેતુથી સૌથી વધુ નફો કરનારને શાળા તરફથી ઇનામ પણ આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા બહેન કાવર માયાબેન અને દલસાણીયા ડિમ્પલબેનએ કર્યું હતુ અને શાળાના તમામ શિક્ષકોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી જે બદલ તમામ શિક્ષકોને શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ તમામને અભિનંદન પાઠવેલ છે.




Latest News