મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકા કક્ષાનો કલા ઉત્સવ અને વાર્તા સ્પર્ધા યોજાયા


SHARE





ટંકારા તાલુકા કક્ષાનો કલા ઉત્સવ અને વાર્તા સ્પર્ધા યોજાયા

બી.આર.સી.ભવન ટંકારા દ્વારા લજાઈ કન્યા શાળા ખાતે તાલુકા કક્ષાનો કલાઉત્સવ અને વાર્તાસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકાની તમામ છ સી.આર.સી.માંથી પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

કલા ઉત્સવમાં કુલ ચાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ.જેમાં ચિત્ર સ્પર્ધા, બાળકવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા તેમજ સંગીત વાદન સ્પર્ધાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.જ્યારે વાર્તા સ્પર્ધા ધો.૧ અને ૨ ના બાળકો માટેનો પ્રારંભિક વિભાગ, ધો.૩ થી ૫ ના બળકો માટેનો પ્રાથમિક વિભાગ તેમજ ધો.૬ થી ૮ ના બાળકો માટેનો ઉચ્ચ પ્રાથમિક વિભાગ એમ ત્રણ વિભાગમાં યોજવામાં આવી હતી.દરેક સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીને રૂા.૫૦૦, દ્વિતીય નંબર મેળવેલ વિદ્યાર્થીને રૂા.૩૦૦ તેમજ તૃતીય નંબર મેળવેલ વિદ્યાર્થીને રૂા.૨૦૦ નું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું.તેમજ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.આ તકે ટંકારા બી.આર.સી.કો-ઓર્ડિનેટર અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશભાઈ ફેફર, ઉપપ્રમુખ જયેશભાઇ પેઢડિયા, વિનોદભાઈ સુરાણી, તમામ સી.આર.સી.કો-ઓર્ડિનેટર શૈલેષભાઇ, આનંદભાઈ, કૌશિકભાઈ, હેમંતભાઈ તેમજ જલ્પાબેને હાજર રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.




Latest News