મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી અને હળવદ તાલુકામાં જુગારની ૩ રેડ: ૧૫ જુગારી ૪૯૪૦૦ ની રોકડ સાથે પકડાયા


SHARE







મોરબી અને હળવદ તાલુકામાં જુગારની ૩ રેડ: ૧૫ જુગારી ૪૯૪૦૦ ની રોકડ સાથે પકડાયા

મોરબી નજીકના ઘૂટું ગામે બે તથા હળવદ તાલુકાના દીઘડીયા ગામે એક આમ કુલ મળીને જુગારની ત્રણ રેડ કરવામાં આવી હતી અને તેમાં કુલ મળીને ૧૫ જુગારીઓ ઝડપાઈ ગયા હતા. જેથી કરીને પોલીસે તેની પાસેથી ૪૯૪૦૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુદા જુદા ત્રણ ગુના નોંધી પોલીસ આગળ કાર્યવાહી હાથ ધરી છે

મોરબી નજીકના ઘુટુ ગામે તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ત્યાં ગામમાં ગુંદી નાકા પાસે આવેલ ખુલી જગ્યામાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે રફીકશા નથુશા શાહમદાર જાતે ફકીર (૩૪) રહે. મકરાણીવાસ મોરબી, જયંતીલાલ સવજીભાઈ કાવઠીયા જાતે પટેલ (૫૨) રહે મહેન્દ્રનગર, જયદીપ અણદાભાઈ આલ જાતે રબારી (૨૨) રહે. વાવડી રોડ મીરા પાર્ક મોરબી, સાગર દેવજીભાઈ માલકીયા જાતે કોળી (૨૫) રહે ઘુટુ ગુંદીનાકા વાળા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૨૭૫૦૦ ની રોકડ કબજે કરી હતી આવી જ રીતે જુગારની બીજી રેડ ઘુટુ ગામે પંચમુખી હનુમાન મંદિર પાસે કરવામાં આવી હતી ત્યારે ત્યાં શેરીમાં જાહેરમાં જુગાર રમતા ધીરુભાઈ નરસીભાઈ દંતેશરિયા જાતે કોળી (૪૨) રવિ રમેશભાઈ અદગામા જાતે કોળી (૨૩), શામજીભાઈ રમેશભાઈ દંતેસરિયા જાતે કોળી (૩૪) અને યોગેશ મનુભાઈ બારોટ (૩૦) રહે બધા જ ઘુટુ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૦,૪૦૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી 

હળવદ તાલુકાના દીઘડીયા ગામે પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે પાદરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા હોવા અંગેની હકીકત મળતા પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જીલાભાઇ ગેલાભાઈ મોલાડીયા જાતે કોળી (૩૪), ભીમાભાઇ બાબુભાઈ કાંજિયા જાતે કોળી (૨૫), દિનેશભાઈ બાદરભાઈ મોલાડિયા જાતે કોળી (૩૨) અરવિંદભાઈ નાગરભાઈ નંદેસરિયા જાતે કોળી (૨૭), સુરેશભાઈ વેરશીભાઈ નંદેસરિયા જાતે કોળી (૨૬), વિનુભાઈ સજાભાઇ કાંજિયા જાતે કોળી (૩૪), અનિલભાઈ વરસીંગભાઇ દલસાણીયા જાતે કોળી (૨૪) રહે. બધા દીઘડિયા વાળા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૧૫૦૦ ની રોકડ કબજે કરી હતી






Latest News