મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારામાં કાલે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે


SHARE







ટંકારામાં કાલે "વિશ્વ આદિવાસી દિવસ" ની ઉજવણી કરવામાં આવશે

ટંકારા ગામે પહેલી વાર ભગવાન વીરસા મુંડા અને તાત્યા ભીલના વંશજ તેમજ મુલ નિવાસી સમાજ દ્વારા"વિશ્વ આદિવાસી દિવસ"ની ઉજવણી કરવામાં આવી રહી છે.આદીવાસી જનનાયક વીરસા મુંડાની સ્મૃતિમાં ટંકારા ગામે અનુસૂચિત જનજાતિ "ભીલ સમાજ" દ્વારા તા.૯ જુલાઈના રોજ સવારે નવ વાગ્યે તાલુકા પંચાયત કચેરી સામે આવેલ સમાજવાડીમાં તથાગત ગૌતમ બુદ્ધ અને બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કરી, રેલી શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી દયાનંદ ચોકમાં સામાજિક અગ્રણીઓનું સન્માન કરવામાં આવશે અને મામલતદાર ઓફિસ પાસે પૂર્ણાહુતિ કરતી વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવશે.ટંકારા ગામ અને આસપાસના વિસ્તારોમાં રહેતા આદિવાસી સમાજ, અનુસૂચિત જાતિ સમાજ, વિચરતી વિમુક્ત જાતિઓ, અન્ય પછાત વર્ગના લોકો અને ભીમ અનુયાયીઓ એ બહોળી સંખ્યામાં હાજર રહી કાર્યક્ર્મને સફળ બનાવવા "ભીલ સમાજ "ટંકારા એ અપીલ કરેલ છે.ભાઈઓ, બહેનો, વડીલો, મિત્રો, સ્નેહીજનો, અને હિતેચ્છુ લોકોએ પોતાનો કિંમતી સમય ફાળવી ફરજીયાત હાજરી આપી વિશાળ શોભાયાત્રાને સફળ બનાવવ સૌને અપીલ કરાયેલ છે.કાર્યક્રમ પુર્ણ થયે સમુહ ભોજન રાખવામા આવેલ છે.

આયોજક અરવિંદભાઈ ભીલ,  જેસિંગભાઈ ભીલ, દિનેશભાઈ ભીલ, નવઘણભાઈ ભીલ, લાખાભાઇ ભીલ, સહયોગ મિત્ર હેમંતભાઈ ચાવડા, પ્રવીણભાઈ ચૌહાણ, મુકેશભાઈ પરમાર, દિનેશભાઈ ગોહિલ, દિલીપભાઈ મકવાણા, રમેશભાઇ ગેડીયા, હમીરભાઇ ટોળીયા, ભદાભાઈ ઝાંપડા, હબીબભાઈ ઈસાભાઈ, આમદભાઈ માડકિયા, શૈલેષભાઈ ટોળીયા, હીરાભાઈ રાવળ, હસમુખભાઈ પડાયા, જીવરાજભાઇ રાણા, રાહુલભાઈ ચૌહાણ, જયંતીભાઈ સારેસા જહેમત ઉઠાવી રહ્યા છે.






Latest News