મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેરમાં જુગારની બે રેડ, પાંચ જુગારી પકડાયા: મોરબીમાંથી બીયર સાથે એક પકડાયો


SHARE







મોરબી-વાંકાનેરમાં જુગારની બે રેડ, પાંચ જુગારી પકડાયા: મોરબીમાંથી બીયર સાથે એક પકડાયો

મોરબી અને વાંકાનેરમાં જુગારની જુદીજુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને પાંચ જુગારી મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા ૧૫૫૨૦ કબજે કરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

વાંકાનેરના રાજકોટ રોડ ઉપર આવેલ ગોકુળનગર પાછળ મંદિર નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જયેશભાઈ માત્રાભાઈ બાંભવા (૨૮), પરબતભાઈ જીવણભાઈ બાંભવા (૨૪) અને જગદીશભાઈ નાજાભાઇ ગોહેલ (૩૯) રહે. બધા વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૨૭૭૦ ની રોકડ કબજે કરી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં મંદિરની સામે રોડ ઉપર જાહેરમાં જુગાર રમતાઓની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા સુલતાનભાઇ ઉમેદઅલી કટિયા (૩૬) અને સોમાભાઈ વશરામભાઈ પરમાર (૬૩) રહે. બંને ઇન્દિરાનગર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૨૭૫૦ ની રોકડ કબજે કરી હતી અને જુગાર ધારા હેઠળ ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બીયરના ટીન

મોરબીના મહેન્દ્ર ડ્રાઇવ રોડ ઉપર ગોલા બજાર પાસેથી એક્ટિવા નંબર જીજે ૩ એચપી ૯૨૬૯ લઈને એક શખ્સ પસાર થઈ રહ્યો હતો જેને એ ડિવિઝન પોલીસી દ્વારા રોકીને ચેક કરવામાં આવતા તેની પાસેથી બિયરના છ ટીન મળી આવ્યા હતા જેથી કરીને ૬૦૦ રૂપિયાની કિંમતના બીયર તથા ૨૦,૦૦૦ નું સ્કૂટર આમ કુલ મળીને ૨૦,૬૦૦ ના મુદ્દામાલ સાથે પોલીસે સચિનભાઈ નીતિનભાઈ દક્ષિણી જાતે લોહાણા (૩૧) રહે. હાલ દફતરી શેરી ગ્રીન ચોક પાસે મોરબી મૂળ રહે સંજીવની સોસાયટી રતનપર તાલુકો વઢવાણ વાળાની ધરપકડ કરે છે અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News