જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે શિવમ પેલેસમાં યુવતીએ અજુગતું પગલું ભરતા રાજકોટ સારવારમાં


SHARE











મોરબીના શનાળા રોડે શિવમ પેલેસમાં યુવતીએ અજુગતું પગલું ભરતા રાજકોટ સારવારમાં

મોરબીના સનાળા રોડ ઉપર સરદાર બાગની પાછળના ભાગમાં આવેલ શિવમ પેલેસમાં રહેતી યુવતીએ કોઈ કારણોસર ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેથી તેને પ્રાથમિક સારવાર મોરબીમાં આપીને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાના આવેલ છે અને હાલમાં આ બનાવની જાણ મોરબી એ ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સરદારબાગની પાછળના ભાગમાં શિવમ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતી અંકિતાબેન ભરતભાઈ (૧૭) નામની યુવતીએ કોઈ કારણોસર પોતે પોતાના ઘરની અંદર હતી ત્યારે ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ આ યુવતીને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.એ. ઝાલા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામે રહેતા જસાભાઈ નાયકનો દીકરો હિતેશ જસાભાઈ નાયક (૫) બાઇકમાં બેસીને મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર તે બાઈકમાંથી નીચે પડ્યો હતો જેથી હિતેશ નાયકને ઈજા થઈ હોવાથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવાની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી દવા પીધી

હળવદ તાલુકાના શિવપુર ગામે રહેતા વાસુ ઈશ્વરભાઈ ઠાકોર (૨૧) નામના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને ઝેરી અસર થઈ હોવાથી તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ હળવદ તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં જાણ કરવા માટેની કાવયત કરેલ છે






Latest News