જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીની વાવડી ચોકડી પત્ની સામે જોવા બાબતે માથાકૂટ: યુવાનને બે શખ્સોએ માર માર્યો


SHARE











મોરબીની વાવડી ચોકડી પત્ની સામે જોવા બાબતે માથાકૂટ: યુવાનને બે શખ્સોએ માર માર્યો

મોરબીની વાવડી ચોકડી પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં યુવાનને બે શખ્સો દ્વારા ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી ગામ પાસે આવેલ શિવગંગા સોસાયટીમાં રહેતા પ્રિન્સ જીતેન્દ્રભાઈ મીયાત્રા (૧૮) નામના યુવાને દલસુખભાઈ મિસ્ત્રી તથા જયુ પટેલ નામના બે શખ્સોની સામે માર માર્યો હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે વાવડી ચોકડી પાસે બંને શખ્સોએ તેને ગાળો આપી હતી અને ત્યારબાદ ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ તેને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બંને શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસે પોલીસ સ્ટેશનના અરવિંદભાઈ ઝાપડિયા ચલાવી રહ્યા છે તેની સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, પત્ની સામે જોવા બાબતે બોલાચાલી થયેલ હતી અને ત્યાર બાદ મારામારીનો બનાવ બનેલ છે.

બાઇક ચોરી

મોરબી તાલુકાના વાવડી ગામે સમજુબા સ્કૂલની પાછળના ભાગમાં રહેતા ભરતભાઈ રવજીભાઈ સુરાણી જાતે વાણંદ (૬૦)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની જાણ કરેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓએ પોતાનું બાઈક નંબર જીજે ૩ પિકે ૯૨૯૫ પોતાના ઘર પાસે પાર્ક કરીને રાખ્યું હતું ત્યારે બપોરના ૧૨ વાગ્યાના સમયગાળા દરમિયાન ઘર પાસેથી ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને વૃદ્ધે બાઇક ચોરીની જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને બાઈક ચોરને પકડવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરેલ છે






Latest News