મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

હળવદના બુટવડા પાસેથી દારૂની ૭૨ બોટલ સાથે એક શખ્સ પકડાયો


SHARE







હળવદના બુટવડા પાસેથી દારૂની ૭૨ બોટલ સાથે એક શખ્સ પકડાયો

હળવદ તાલુકાના બુટવડા ગામ પાસેથી ઈંગ્લીશ દારૂની રેડ કરી હતી ત્યારે દારૂના જથ્થાની હેરાફેરી કરતા એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૫૭,૦૦૦ ના દારૂના જથ્થાને કબ્જે કરીને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાનાં પીઆઇ કે.એમ. છાસીયાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે કિશોરભાઈ સોલગામા તથા બીપીનભાઈ પરમારને સંયુક્તમાં મળેલ ખાનગી બાતમી હકિકત આધારે હળવદ તાલુકાના લીલાપર ગામથી બુટવડા ગામ તરફ જવાના રસ્તે નદીના પુલ પાસે દારૂની રેડ કરી હતી ત્યારે એક શખ્સને ચેક કર્યો હતો ત્યારે ઈંગ્લીશ દારૂની કુલ ૭૨ બોટલો સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૨૭,૦૦૦ નો ઈંગ્લીશ દારૂ, પાંચ હજાર રૂપિયાનો એક મોબાઈલ અને ૨૫ હજારનું એક બાઇક આમ કિલ મળીને ૫૭૦૦૦ ના મુદામાલ સાથે પોલીસે આરોપી સંજયભાઇ મોતીભાઇ ગોલતર જાતે ભરવાડ (૨૪) રહે. બાઇસાબ ગઢ તાલુકો ધ્રાંગધ્રા વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે






Latest News