વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી નજીક સીરામીકના સેડમાં જુગારની રેડ: ૬ જુગારી ૧.૫૬ લાખના મુદામાલ સાથે પકડાયા


SHARE











મોરબી નજીક સીરામીકના સેડમાં જુગારની રેડ: ૬ જુગારી ૧.૫૬ લાખના મુદામાલ સાથે પકડાયા

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ સનફીલ્ડ સીરામીકના સેડમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જુગાર રમતા ૬ જુગારી મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે રોકડા રૂપીયા, મોબાઇલ સહીત કુલ ૧,૫૬,૫૦૦ ના મુદામાલને કબ્જે કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી જિલ્લા એલસીબીની ટીમના સુરેશભાઇ હુંબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, તથા વિક્રમભાઇ ફુગસીયાને મળેલ હકિકત આધારે મોરબી જુના ઘુંટુ રોડ મહેન્દ્રનગર ગામની સીમમાં આવેલ જુના સનફીલ્ડ સીરામીકમાં ધર્મેશભાઇ જગજીવનભાઇ પટેલ રહે. શનાળા બાયપાસ રોડ યદુનંદન સોસાયટી વાળાએ ભાડેથી સેડ રાખ્યો છે જે સેડના પાછળના ભાગે ટાઇલ્સના બોકસની આડસ કરી હતી અને ત્યાં જુગાર રમી રહ્યા હતા ત્યારે પોલીસે ધર્મેશભાઇ જગજીવનભાઇ કૈલા (૪૧) રહે. શનાળા બાયપાસ યદુનંદન સોસાયટી મોરબી, અલ્પેશભાઇ હરીભાઇ વસાણીયા (૪૨) ૨હે. આલાપ રોડ ખોડીયારપાર્ક સોસાયટી મોરબી, કમલેશભાઇ કરશનભાઇ વરસડા (૪૮) રહે. નરસંગ ટેકરીની બાજુમાં પ્રયાગ એપાર્ટમેન્ટ મોરબી, ચેતનભાઇ મગનભાઇ કાસુન્દ્રા (૩૮) રહે. રવાપર રોડ ગોકુલનગર કલ્પસર એપાર્ટમેન્ટ મોરબી, અશ્ર્વિનભાઇ છગનભાઇ કાવર (૫૦) રહે. બાયપાસ રોડ સતનામ એપાર્ટમેન્ટ મોરબી અને રાજેશભાઇ પ્રાગજીભાઇ કાસુન્દ્રા (૫૧) રહે. રવાપર રોડ અનુપમ સોસાયટી મોરબી વાળા જુગાર ર્મયા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે જુગાર રમતા શખ્સો પાસેથી રોકડા ૧,૨૧,૫૦૦ તથા ૬ મોબાઇલ ફોન જેની કિંમત ૧,૫૬,૫૦૦ નો મુદામાલ કબ્જે કરીને મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News