મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

ટંકારા ખાતે મહિલા સ્વાવલંબન દિવસ અંતર્ગત મહિલાઓ માટે રોજગારલક્ષી માહિતી અંગેનો સેમિનાર યોજાયો


SHARE







ટંકારા ખાતે મહિલા સ્વાવલંબન દિવસ અંતર્ગત મહિલાઓ માટે રોજગારલક્ષી માહિતી અંગેનો સેમિનાર યોજાયો

મહિલા અને બાળ વિભાગ દ્વારા નારી વંદન ઉત્સવસપ્તાહની ઉજવણીના ભાગરૂપે મહિલા અને બાળ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર મોરબી દ્વારા તા.૦૩/૦૮/૨૦૨૩ના જુના આર્ય સમાજ - ટંકારા ખાતે મહિલા સ્વાવલંબન દિવસઅતર્ગત મહિલાઓ માટે રોજગારલક્ષી માહિતી અંગેના સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમીનારમાં પ્રોટેક્શન ઓફિસર નિલેશ્વરીબા ગોહિલે જણાવ્યું હતું કે, સ્ત્રી અને પુરષ એક સિક્કાની બે બાજુ છે. સ્ત્રીઓ પણ પોતે પગભર થઈ પોતે સ્વાવલંબી બની આગળ વધી પોતાની એક અલગ ઓળખ ઉભી કરી શકે છે. જિલ્લા રોજગાર અધિકારી એમ.એન. સાવનિયા દ્વારા મહિલાઓને રોજગારલક્ષી માહિતી આપવામાં આવી હતી. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના આઈ.પી.ઓ વિશાલભાઈ દેત્રોજા દ્વારા ઉદ્યોગ કેન્દ્રની ચાલતી સ્વરોજગારલક્ષી યોજનાની માહિતી આપવામાં આવી હતી. જિલ્લા સમાજ કલ્યાણ (વિ,જા.) વિભાગ દ્વારા સમાજકલ્યાણની યોજના વિશે અને આયુર્વેદ ડોક્ટર એમ.ડી. જાડેજા દ્વારા મહિલા સશક્તિકરણ વિશે મહિલાઓને માહિતગાર કરવામાં આવી હતી. ડિસ્ટ્રીક્ટ મિશનકો-ઓર્ડીનેટર મયુરભાઈ સોલંકી દ્વારા મહિલા અને બાળ વિભાગમાં ચાલતી મહિલાલક્ષી યોજનાની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી મહિલાઓએ માર્ગદર્શન મેળવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન જેન્ડર સ્પેશિયાલિસ્ટ રશ્મિબેન વિરમગામા દ્વારા કરવામાં આવ્યું હતું.






Latest News