મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર રોડે આવાસ યોજનામાં જુગારના અડ્ડા !: ભાડૂયઆતોને હાંકી કાઢવા પાલિકામાં રજૂઆત


SHARE







મોરબીના લીલાપર રોડે આવાસ યોજનામાં જુગારના અડ્ડા !: ભાડૂયઆતોને હાંકી કાઢવા પાલિકામાં રજૂઆત

મોરબીના લીલાપર રોડ ઉપર આવાસ યોજના બનાવમાં આવી છે જેમાં લાભાર્થીઓના બદલે મોટાભાગના મકાનમાં ભાડુઆત રહે છે અને કેટલાક અસામાજિક તત્વોએ ત્યાં જુગારના અડ્ડા બનાવી નાખ્યા છે તેવી રજૂઆત સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકામાં કરવામાં આવી છે અને લાભાર્થીઓના બદલે ભાડુઆત રહેતા હોય તો તેને ખાલી કરવામાં આવે અને અસામાજિક તત્વોને ત્યાંથી હટાવવામાં આવે તેવી માંગણી સાથે નગરપાલિકામાં આવેદન પાઠવવામાં આવ્યું છે

નબળા પરિવારોને ઘરના ઘર મળે તેના માટે થઈને સરકાર દ્વારા કરોડ રૂપિયાનો ખર્ચ કરીને જુદા જુદા શહેરની અંદર આવાસ યોજનાઓ બનાવવામાં આવતી હોય છે. આવી જ રીતે મોરબીના લીલાપર રોડ ઉપર નગરપાલિકા હસ્તક આવાસ યોજના બનાવવામાં આવી છે જેના ૪૦૦ થી વધુ મકાનો ત્યાં બનાવવામાં આવ્યા છે પરંતુ આજની તારીખે વર્ષો પછી પણ મોટાભાગના મકાનો ખાલી છે અને જે મકાનોમાં હાલમાં લોકો રહે છે તેમાંથી લાભાર્થીઓ કરતા ભાડુઆતની સંખ્યા વધુ છે તેમજ ઘણા બધા અસામાજિક તત્વોએ ત્યાં જુગારના અડ્ડા બનાવી નાખેલ છે તેવી રજૂઆત હાલમાં સ્થાનિક લોકો દ્વારા મોરબી પાલિકાના ચીફ ઓફિસરને કરવામાં આવી છે અને પાલિકાની ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે અને લાભાર્થીઓની જગ્યાએ ભાડુઆત રહેતા હોય તો તેમને ત્યાંથી ખાલી કરવામાં આવે અને જુગાર રમવા માટે થઈને ત્યાં અડ્ડા કરનારા શખ્સોને પણ ત્યાંથી દૂર કરવામાં આવે તેવી સ્થાનિક લોકોએ પાલિકામાં રજૂઆત કરી છે






Latest News