મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીમાં કારખાનાના બિલ માટે જનરલ મેનેજરને મારી નાખવાની ધમકી !: યુવાને ભર્યું અજુગતું પગલુ


SHARE











મોરબીમાં કારખાનાના બિલ માટે જનરલ મેનેજરને મારી નાખવાની ધમકી !: યુવાને ભર્યું અજુગતું પગલુ

મોરબી નજીકના નવા જાંબુડીયા ગામ પાસે આવેલ કારખાનામાં જનરલ મેનેજર તરીકે કામ કરતા યુવાને કારખાનામાં ૭૦ હજાર રૂપિયાની કિંમતના બે બેલ્ટ મંગાવ્યા હતા અને તે બેલ્ટના રૂપિયા કારખાનેદારે ન ચૂકવતા માલ મોકલાવનાર શખ્સે અવારનવાર મેનેજર પાસે રૂપિયાની ઉઘરાણી કરી હતી અને ફોન ઉપર ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાન પોતાના ઘરે હતો ત્યારે ડાબા હાથ ઉપર બ્લેડ વડે છેકા મારી લીધા હતા જેથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર લીધા બાદ તેણે કારખાનામાં બેલ્ટ મોકલાવનાર શખ્સની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ પાવન પાર્ક સોસાયટી શેરી નં-૧ માં રહેતા અને નવા જાંબુડીયા ગામ પાસે આવેલ ગોકુલ મિનરલ્સ પ્લાન્ટમાં જનરલ મેનેજર તરીકે નોકરી કરતા ભાવેશભાઈ પ્રેમજીભાઈ ગોહેલ જાતે ખવાસ રજપૂત (૪૨)એ પોતાના ડાબા હાથ ઉપર બ્લેડ વડે ચેકા મારી લીધા હતા જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર લીધા બાદ હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભાવેશભાઈ ગોહેલે મયુર મુંધવા રહે. મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કેનવા જાંબુડીયા ગામ પાસે આવેલ ગોકુલ મિનરલ્સ પ્લાન્ટ આવેલ છે તેમાં તે જનરલ મેનેજર તરીકે કામ કરે છે અને માલ સામાન મંગાવીને રીપેરીંગ કામ કરવાનું કામ પણ તે જોવે છે ત્યારે કારખાનાના શેઠ આનંદભાઈ કૈલાના કહેવાથી તેણે મયુરભાઈ મુંધવાના રાધે એન્ટરપ્રાઇઝમાંથી ૭૦,૦૦૦ ની કિંમતના બે બેલ્ટ ગોકુલ મિનરલ્સના નામના ચલણથી મંગાવ્યા હતા અને તે બેલ્ટની બિલની રકમ ગોકુલ મીનલ્સના શેઠ આનંદભાઈએ આરોપીને ચૂકવી ન હતી જેથી કરીને આરોપી દ્વારા ફરિયાદીને અવારનવાર બાકી બિલ માટે થઈને ફોન કરવામાં આવતા હતા ગાળો આપવામાં આવતી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા પોતાના ડાબા હાથ ઉપર બ્લેડ વડે ચેકા મારીને ઇજા કરી લેવામાં આવી હતી જેથી તેને સારવારમાં લઈ જવામાં આવ્યો હતો હાલમાં ભાવેશભાઈ ગોહેલે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મયુર મુંધવા સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News