મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં OPS લાગુ કરો-BLO ના કામમાંથી શિક્ષકોને મુક્તિનો ઠરાવો કરાયો


SHARE







મોરબીમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં OPS લાગુ કરો-BLO ના કામમાંથી શિક્ષકોને મુક્તિનો ઠરાવો કરાયો

મોરબીની માધાપરવાડી કન્યા શાળા ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબીની જિલ્લા કારોબારી બેઠક મળી હતી જેમાં જિલ્લા અને તાલુકાનાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને આ જિલ્લા કારોબારી બેઠકમાં જુદાજુદા ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા દ્વારા સંગઠન દ્વારા થયેલા કાર્યોની માહિતી અને મુખ્ય એજન્ડાની માહિતી આપી હતી અને ખાસ કરીને દરેક તાલુકામાં સદસ્યતા અભિયાનની નામાવલી અને ક્યાં સુધી સદસ્યતા અભિયાન પોચ્યું તેની સમીક્ષા કરવામાં આવી હતી, દરેક તાલુકામાં મંડલ રચનાની સમીક્ષા, દરેક તાલુકાના શિક્ષકો પ્રશ્નોની ચર્ચા, સંગઠન દ્વારા ઘણા બધા શિક્ષકોના પ્રશ્નોનું ઉકેલ લાવવામાં આવ્યા અને હજુ પણ મુખ્ય પ્રશ્નો જેવા કે., જૂની પેન્શન યોજના, બી.એ.લો ની કામગીરીમાંથી મુક્તિ આપવી એવા પ્રશ્નો જલ્દી સંગઠન દ્વારા ઉકેલાશે. ત્યારબાદ કારોબારી માં સમરૂપ સત્રમાં વિપુલભાઈ અઘારા (કાર્યવાહક રાજકોટ જિલ્લા વિભાગ આર.એસ.એસ.) દ્વારા સંગઠનમાં દરેક કાર્યકર્તાઓએ સાથે રહી રાષ્ટ્રના હિત માટે સૌપ્રથમ કાર્ય કરવું જોઈએ અને રાષ્ટ્રને મજબૂત બનાવવું જોઈએ તેની માહિતી આપી અને ત્યારબાદ વિપુલભાઈ દ્વારા નવા કાર્યકર્તાઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું અને મોરબી તાલુકાની પુનઃરચના અને મોરબી જિલ્લામાં નવા કાર્યકર્તાઓને જવાબદારી આપવામાં આવી હતી જેમ કે. સંદીપભાઈ આદ્રોજાને જિલ્લા ટિમ સિનિયર ઉપાધ્યક્ષ તરીકે અંકિતભાઈ જોષીને મોરબી તાલુકાના મંત્રી તરીકે કલ્પેશભાઈ સરડવાને મોરબી તાલુકાના ઉપાધ્યક્ષ, જીજ્ઞેશભાઈ રાબડીયાને મોરબી તાલુકાના સહમંત્રી અને અભયભાઈ ઢેઢીને ટંકારાના ઉપાધ્યક્ષ રમેશભાઈ ચાવડાને જિલ્લા સહ કોષાધ્યક્ષ તરીકેનું દાયિત્વ સોંપવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સંચાલન જિલ્લાના પ્રચાર મંત્રી નિરવભાઈ બાવરવાએ કર્યું હતું.






Latest News