માળીયા (મી)ના જુમાવાડી વિસ્તારમાં દરિયાની ખાડીમાંથી બાળકનું કંકાલ મળ્યું મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને બે વર્ષની સજા મોરબીમાં પોલીસને બાતમી આપતો હોવાની શંકાએ યુવાન ઉપર ફાયરિંગ કરીને મર્ડર મામલે હથીયાર આપનાર આરોપીની ધરપકડ વિકસતું વાંકાનેર, સમૃદ્ધ વાંકાનેર; લોકોને હરવા-ફરવા માટે મળશે જિલ્લાનો સૌથી મોટો નેહરુ ગાર્ડન મોરબી કલેક્ટરે વેણાસર ગામની મુલાકાત લઈ ગ્રામીણ વિકાસ અને સરકારી જમીનોની ફાળવણીના વિવિધ પ્રકલ્પોની સમીક્ષા કરી મોરબી મહાપાલિકાની ખાસ સામાન્ય સભામાં જુદીજુદી મિકલત દીઠા ઘન કચરા માટે માસિક અને ફાયરની ટિમ રેસ્ક્યુ માટે જાય તો તેના માટે ચાર્જ નક્કી કરાયા 13 મહિનાથી યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં રહેલા મોરબીના સાહિલ માજોઠીએ 2 મહિના બાદ માતા સાથે કરી વ્હોટ્સએપ કોલથી વાત મોરબીમાં કચરામાંથી ગેસ બનાવવા 13 એકર જમીન ઉપર 146 કરોડના ખર્ચે બનશે આધુનિક પ્લાન્ટ: જયંતિભાઈ પડસુંબિયા
Breaking news
Morbi Today

ટંકારાના મિતાણા નજીક ડબલ સવારી બાઇક આડે ખૂંટિયો આવતા અકસ્માત: એક યુવાનનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં


SHARE









ટંકારાના મિતાણા નજીક ડબલ સવારી બાઇક આડે ખૂંટિયો આવતા અકસ્માત: એક યુવાનનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં

ટંકારા તાલુકાના મીતાણા નેકનામ રોડ ઉપર આવેલ રૂખડિયા હનુમાન મંદિર પાસેથી ડબલ સવારી બાઈક કાચા રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે તે બાઈકની આડે ખૂંટિયો ઉતર્યો હતો અને ખૂંટીયા સાથે બાઈક અથડાતાં અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં બાઈકની પાછળના ભાગે બેઠેલા યુવાનને માથામાં ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવારમાં લઈને આવ્યા હતા અને બાઈક ચાલક યુવાને માથામાં અને શરીરને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું આ બનાવમાં હાલમાં પોલીસે ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદ લઈને મૃતક યુવાન સામે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના ગજડી ગામે રહેતા માંજરીયાભાઇ ઉર્ફે સુનિલભાઈ રત્નાભાઇ વસુનિયા (૪૫) એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પાગળાભાઈ ઉર્ફે રમણભાઈ વીરસીંગભાઇ બામણીયા (૨૯) રહે. મૂળ એમપી હાલ રહે જબલપુર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, મીતાણા નેકનામ રોડ ઉપર આવેલ રૂખડિયા હનુમાન મંદિર તરફ જવાના કાચા રસ્તા ઉપરથી તે પાગળાભાઈના બાઈકમાં પાછળના ભાગે બેસીને જઈ રહ્યો હતો ત્યારે તેના બાઈક નંબર જીજે ૧ સીડી ૬૭૭૨ ની આડે ખૂંટિયો ઉતર્યો હતો જેથી કરીને ખૂંટિયા સાથે બાઈક અથડાતાં અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઇક ચાલક પાગળાભાઈ ઉર્ફે રમણભાઈને માથામાં અને શરીર ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું જોકે, બાઈકમાં પાછળના ભાગે બેઠેલ ફરિયાદી માંન્જરીયાભાઈ ઉર્ફે સુનિલભાઈને માથામાં ઈજા થઈ હોવાથી સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અકસ્માત મૃત્યુના આ બનાવમાં ઈજા પામેલા યુવાનની ફરિયાદ લઈને પોલીસે મૃતક યુવાનની સામે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News