​​​​​​​મોરબીના કલેકટરે છત્તર ગ્રામ પંચાયત, આરોગ્ય કેન્દ્ર, આંગળવાડી અને પ્રાથમિક શાળાની લીધી મુલાકાત માળીયા-હળવદ શહેર અને મોરબી ગ્રામ્ય વિસ્તારમાં નવી સરકારી અનાજની દુકાનો ખોલવા માટે અરજીઓ મંગાવાઈ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ૫૬ કરોડના ખર્ચે બનશે ૭૫૦ મીટર લાંબો ફ્લાયઓવર NABARD અને કેન્દ્ર-રાજ્ય સરકારના સહયોગથી મોરબીની PACS માં ડિજિટલ ભારતનું સ્વપ્ન સાકાર મોરબીમાં યુવા ઉદ્યોગપતિ જગદિશ પનારાના ઘરે રાજકુમારદાસજી મહારાજે કરી પધરામણી દિવાળીએ અનોખું અભિયાન: મોરબીના નાના વેપારીઓ પાસેથી યંગ ઇન્ડિયા ગ્રુપે કરી દિવાળીની ખરીદી મોરબીમાં ખાણી પીણીના ૯૫ ધંધાર્થીઓને ત્યાં મનપાનું ચેકિંગ: બળી ગયેલ તેલ, વાસી પાસ્તા, એક્સપાયરી ડેટ વાળા ચોકો ચિપ્સ, ચવાણા અને ચોરાફરીનો કર્યો નાશ મોરબીમાં દિવાળીના પર્વે કર્મચારીઓ પ્રત્યે લાગણી અને જવાબદારીનું અનોખું ઉદાહરણ!
Breaking news
Morbi Today

મોરબી નજીક બે દુકાનદાર વચ્ચે નજીવી વાતમાં મારા મારીના ગુનામાં આરોપીની ધરપકડ


SHARE









મોરબી નજીક બે દુકાનદાર વચ્ચે નજીવી વાતમાં મારા મારીના ગુનામાં આરોપીની ધરપકડ

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ કાવેરી સિરામિક પાસે શ્રીહરિ કોમ્પલેક્ષમાં બાજુ બાજુમાં દુકાન ધરાવતા બે વેપારીઓ વચ્ચે સામાન દુકાન પાસે નહીં રાખવા બાબતે બોલાચાલી થઈ હતી ત્યાર બાદ ઝપાઝપી અને ગાળા ગાળી થઈ હતી જેની બંને પક્ષેથી મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે એક ગુનામાં ચાર આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં શનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડમાં રહેતા વિરલભાઈ જીતેન્દ્રભાઈ પીઠવા જાતે લુહાર (૨૭)એ ધનજીભાઈ પરમાર, કિરીટભાઈ ધનજીભાઈ પરમાર, ધ્રુવભાઈ ધનજીભાઈ પરમાર અને અજાણ્યો માણસ આમ ચાર વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવી હતી કે, કાવેરી સિરામિક પાસે શ્રીહરી કોમ્પ્લેક્સમાં તેની તેમજ આરોપીઓની દુકાન બાજુ બાજુમાં છે અને આરોપીઓએ ફરિયાદી યુવાનને સામાન દુકાન પાસે નહીં રાખવા બાબતે બોલાચાલી કરી હતી ત્યાર બાદ ઝપાઝપી કરીને ગાળો બોલી લાકડાના ધોકા, સળિયા અને હથોડા જેવા હથિયાર વડે ફરિયાદી યુવાન તથા તેના પિતાને આડેધડ માર્યો હતો અને ઇજા કરી હતી જેથી ફરિયાદીના પિતાને જમણી આંખમાં તથા ડાબા હાથની આંગળીએ ઇજા થઈ હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેની ફરિયાદના આધારે પોલીસે આ ગુનામાં આરોપી ધનજીભાઈ ટાભાભાઈ પરમાર (૪૫), કિરીટભાઈ ધનજીભાઈ પરમાર (૨૪), ધ્રુવભાઈ ધનજીભાઈ પરમાર (૨૨) અને અનિલભાઈ બચુભાઈ સોલંકી (૩૦) રહે, બધા જ ભાગ્યોદય કારખાના પાસે માળીયા ફાટક મોરબી વાળાની ધરપકડ કરેલ છે




Latest News