મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના નાનીવાવડી ગામે ઘરમાંથી મોબાઇલની ચોરી કરનાર આરોપીની ધરપકડ


SHARE







મોરબીના નાનીવાવડી ગામે ઘરમાંથી મોબાઇલની ચોરી કરનાર આરોપીની ધરપકડ

મોરબી તાલુકાના નાનીવાવડી ગામે રહેતો યુવાન પોતાના ઘરે ઉપરના માળે સૂતો હતો ત્યારે ખાટલા નીચે મોબાઈલ ફોન રાખ્યો હતો તે મોબાઈલ ફોનની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને નાનીવાવડી ગામે વણકરવાસમાં રહેતા એક શખ્સની સામે તેણે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લઇને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નાનીવાવડી ગામે વણકરવાસમાં રહેતા પ્રકાશભાઈ વાલજીભાઈ વાઘેલા (ઉમર ૨૭) નામના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મયુર પ્રેમજીભાઈ સોલંકી રહે.નાની વાવડી વણકરવાસ વાળાની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, નાનીવાવડી ગામે પોતાના રહેણાંક મકાનમાં ઉપરના માળે આવેલ રૂમમાં ફરિયાદી યુવાન સૂતો હતો ત્યારે તેના ખાટલા નીચે તેણે પોતાનો ઓપો કંપનીનો મોબાઇલ ફોન રાખ્યો હતો જે મોબાઈલ ફોનની મયુરભાઈ સોલંકી દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને યુવાન દ્વારા નોંધવામાં આવેલ ચોરીની ફરિયાદ આધારે તાલુકા પોલીસ મથકના નેહલબેન ખડિયા દ્વારા આરોપી મયુરભાઈ પ્રેમજીભાઈ સોલંકી (૧૯) રહે.નાની વાવડી વાળાની ચોરીના ગુનામાં ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પરણીતા સારવારમાં

મોરબી તાલુકાના ફડસર ગામે રહેતા રેખાબેન લક્ષ્મણભાઈ પાસઇવા નામની ૪૦ વર્ષીય મહિલાને મારામારીમાં ઈજા થતા સારવાર માટે અત્રની સિવિલે લાવવામાં આવી હતી તેણીના જણાવ્યા પ્રમાણે ફડસર ગામે કાનાભાઈની વાડીએ રહીને તેઓ મજૂરી કામ કરે છે અને ત્યાં તેમના પતિ દ્વારા તેમને કોઈ બાબતે ઝઘડો થયા બાદ માર મારવામાં આવતા ઉજા થતા સારવારમાં લાવવામાં આવ્યા હતા બનાવ અંગે તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણી દ્વારા નોંધ કરી તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે મોરબી તાલુકાના માનસર ગામે રહેતો વિક્રમ કાનજીભાઈ સુરેલા નામનો ૩૧ વર્ષનો યુવાન ગામમાંથી પોતાના ખેતરે આંટો મારવા માટે ગયો હતો ત્યાં ખેતરે અકસ્માતે પડી જતા ઈજા થતાં તેને અત્રે ખાનગી હોસ્પિટલે સારવાર માટે લવાયો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના જેતપર પીપળી રોડ ઉપર રહેતા વરદીરામ અંબારામ આદિવાસી નામના ૩૭ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતા ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેણે જણાવ્યા પ્રમાણે તે પોતાનો ટ્રક લઈને મોરબીના વાંકાનેર હાઈવે ઉપર આવેલ બંધુનગર ગામેથી પરત મોરબી તરફ આવતો હતો ત્યારે વહેલી સવારે સાડા છએક વાગ્યાના અરસામાં રફાળેશ્વર નજીક દરિયાલાલ રિસોર્ટની પાસે તેનો ટ્રક અન્ય ટ્રક સાથે અથડાયો હતો જે બનાવમાં તેને ઈજા થતાં દવાખાને લઈ જવાયો હતો હાલ આ બનાવ અંગે તાલુકા પોલીસ મથકના મહેશભાઈ કહાંગરા દ્વારા નોંધ કરીને વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News