મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

માળિયા (મી)ના મોટા દહીંસરા ગામે પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE











માળિયા (મી)ના મોટા દહીંસરા ગામે પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત

માળિયા મિયાણા તાલુકાનાં મોટા દહીંસરા ગામે વરસાદી પાણીમાં યુવાન ડૂબી ગયો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી ત્યાર બાદ આ બનાવની માળીયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ માળિયા મિયાણાના મોટા દહીંસરા ગામે રહેતા રણધીરભાઈ જલાભાઈ હૂંબલ (૩૪) કુંતાશીના રસ્તે જતાં હતા ત્યારે વરસાદી પાણીના વહેણમાં ડૂબી જવાથી તેનું મોત નીપજયું હતું જેથી કરીને તેની ડેડબોડીને મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પહેલા મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતો જો કે, આ બનાવ માળીયા તાલુકા પોલીસની હદનો હોવાથી આ બનાવની બાદમાં માળીયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

અકસ્માતે ઇજા થતા સારવારમાં
મોરબીના હળવદ-માળિયા હાઇવે ઉપર અણીયાળી ચોકડી નજીક ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો.જેમાં ઇજાગ્રસ્ત થયેલા રોહિતકુમાર રામલવડન (ઉમર ૩૩) અને સિરાઝખાન જીબ્રાહીમખાન (ઉમર ૨૫) રહે.બંને મુંબઈ વાળાઓને ઇજા પહોંચતા ૧૦૮ વડે સારવાર માટે સિવિલે લવાયા હતા જેથી બનાવને પગલે તાલુકા પોલીસમાં જાણ થતા બીટ વિસ્તારના જમાદાર જે.બી.પરમાર દ્વારા આ બનાવની નોંધ કરી આગળની તપાસ કરવામાં આવી હતી.

આધેડ સારવારમાં
મોરબી તાલુકાના ઘુંટુ ગામે આવેલ હરિઓમ પાર્ક વિસ્તારમાં રહેતા ભરતગીરી સુરજગીરી ગોસાઈ નામના ૫૦ વર્ષીય આધેડને સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.તેઓ ઘુંટુ ગામ પાસેથી પગપાળા જતા હતા ત્યારે અજાણ્યા વાહનની હડફેટે ચડી ગયા હતા.જેથી તેઓ ઇજા પામતા ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા.જેને પગલે તાલુકા પોલીસમાં જાણ કરાતા બીટ વિસ્તારના જમાદાર મનીષભાઈ બારૈયા દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.

જાંબુડીયા અકસ્માત
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા જાંબુડીયા ગામ નજીક આવેલા ઓવરબ્રિજની પાસે બાઈક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઈજા પામેલા જગદીશભાઈ બચુભાઈ ધુળરોટીયા (ઉંમર ૬૧) રહે.વીસીપરા મેઇન રોડ મોરબી ને ઇજા પહોંચતા અત્રેની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને બનાવ અંગે જાણ થતા તાલુકા પોલીસ મથકના અશ્વિનભાઈ ઝાપડિયા દ્વારા આ અકસ્માત બનાવની આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.






Latest News